Site icon Revoi.in

કોરોનાનો ખાતમો બોલાવશે નવી ‘મિસાઇલ’ ટેકનિક, જાણો કઇ રીતે કરે છે કામ

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે એક સકારાત્મક સમાચાર આવી રહ્યા છે. હવે કોરોનાને નાબૂદ કરવા માટેની ટેકનિક આવી ચૂકી છે. વૈજ્ઞાનિકોએ એક એવી ટેકનિક વિકસિત કરી છે જે 99.9 ટકા કોવિડ-19 પાર્ટિકલ્સનો ખાતમો કરવા માટે સક્ષમ છે. વૈજ્ઞાનિકો અનુસાર આ શોધ કોરોના સામેની જંગમાં કારગર પુરવાર થશે. ઓસ્ટ્રેલિયાના મેન્જીસ હેલ્થ ઇન્ટિટ્યૂટ ક્વિન્સલેન્ડના આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની ટીમે આ થેરપી વિકસિત કરી છે. તેઓ અનુસાર આ ટેકનિક મિસાઇલની જેમ કામ કરે છે. જે પહેલા લક્ષ્યને ટ્રેક કરે છે અને બાદમાં તેનો ખાતમો બોલાવે છે.

આ નેકસ્ટ જનરેશન ટેક્નોલોજી પહેલા કોવિડ પાર્ટિકલ્સની ઓળખ કરે છે અને ત્યારબાદ તેના પર એટેક કરે છે. આ ખાસ ટ્રીટમેન્ટ વાયરસને પ્રતિકૃતિ બનાવતા રોકે છે અને તેની મદદથી કોરોના વાયરસથી થનારા મોતને ઓછા કરી શકાય છે.

પ્રોફેસર મેકમિલને કહ્યું કે આ એક શોધો અને નષ્ટ કરો મિશન છે. અમે આ થેરપીની મદદથી કોઈ વ્યક્તિના ફેફસામાં રહેલા વાયરસને ડિટેક્ટ કરીને તેને નષ્ટ કરી શકીએ છીએ. મેકમિલનના જણાવ્યાં મુજબ આ થેરપી જીન સાઈલેન્સિંગ (Gene-Silencing) નામની ચિકિત્સા ટેક્નોલોજી પર આધારિત છે. જેને પહેલીવાર 1990ના દાયકા દરમિયાન ઓસ્ટ્રેલિયામાં શોધવામાં આવી હતી. શ્વસન રોગ(Respiratory Disease) પર હુમલો કરવા માટે જીન સાઈલેન્સિંગ RNA નો ઉપયોગ કરે છે- DNAના સમાન શરીરમાં ફન્ડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક્સ.

આ એક એવી ટેક્નોલોજી છે જે RNAના નાના ટુકડાઓ સાથે કામ કરે છે જે વિશેષ રીતે વાયરસના જીનોમ સાથે જોડાઇ શકે છે. આ બાઇન્ડિંગ જીનોમને આગળ કામ કરવા દેતી નથી અને આખરે તેને નષ્ટ કરી નાખે છે.

મહત્વનું છે કે, આ દવાને ‘નેનોપાર્ટિકલ’ નામની કોઈ ચીજમાં ઈન્જેક્શનના માધ્યમથી લોહીના પ્રવાહમાં પહોંચાડવામાં આવે છે. આ નેનોપાર્ટિકલ ફેફસામાં જાય છે અને RNA ડિલિવર કરનારી કોશિકાઓમાં ભળી જાય છે. ત્યારબાદ RNA વાયરસની શોધ કરે છે અને તેના જીનોમને નષ્ટ કરી દે છે.