- વરિષ્ઠ નાગરિકો માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાશે
- સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા કરાશે એનાયત
- એવોર્ડ્સ માટે નામાંકન પ્રક્રિયા 19 ઓગસ્ટ 2022થી થશે શરૂ
દિલ્હી:ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા 1 ઓક્ટોબર 2022ના રોજ ઈન્ટરનેશનલ ડે ઓફ ઓલ્ડર પર્સન્સની ઉજવણીની ભાગરૂપે વૃદ્ધજનો માટે સેવારત સંસ્થાઓ તથા અગ્રણી વરિષ્ઠ નાગરિકોને વિવિધ 13 શ્રેણીઓમાં નેશનલ એવોર્ડ ફોર સિનિયર સિટિઝન્સ -2022 એનાયત કરવામાં આવશે.નિયત ફોર્મેટ વિના ફિઝિકલ નોમિનેશન એપ્લિકેશન સ્વીકારાશે નહીં.
આ એવોર્ડ માટે નોમિનેશન પ્રક્રિયા પોર્ટલ www.awards.gov.in પર નિયત ફોર્મેટમાં 19 ઓગસ્ટ, 2022થી સ્વીકારવામાં આવશે.
નીચે જણાવેલ એજન્સીઓ અથવા વ્યક્તિઓ એવોર્ડ્સ માટે યોગ્ય વ્યક્તિઓ/સંસ્થાઓના નામાંકન માટે યોગ્યતા પ્રાપ્ત છે.
- ભારત સરકારના મંત્રાલયો કે વિભાગો અને તેમની સ્વાયત્ત સંસ્થાઓ.
- રાજ્ય સરકારો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો
- અગાઉ પદ્મ પુરસ્કાર, વયોશ્રેષ્ઠ સન્માન અને અન્ય એવોર્ડ્સ વ્યક્તિગત અને સંસ્થાકીય શ્રેણીઓમાં પ્રાપ્ત કરનારાઓ.
- નેશનલ કાઉન્સિલ ઓફ સિનિયર સિટિઝન્સ (NCSrC)ના સભ્યો.
- જાણીતી મુખ્ય ચેમ્બર્સ જેમકે ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફિક્કી), કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ), એસોસીએટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (એસોચેમ), નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઝ, પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વગેરે.
- સમયાંતરે મંત્રાલય દ્વારા અન્ય વ્યક્તિગત કે સંસ્થાકીય શ્રેણી અધિકૃત કરાઈ હોય.
આ અંગેની વિગતવાર માર્ગદર્શિકા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયની વેબસાઈટ http://socialjustice.gov.in/ પર ઉપલબ્ધ છે.