Site icon Revoi.in

કોરોનિલ અંગે બાબા રામદેવના દાવા પર WHOની સ્પષ્ટતા, આવી કોઇ દવા નથી કરી પ્રમાણિત

Social Share

નવી દિલ્હી: બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બની છે. 19 ફેબ્રુઆરી, 2021ના રોજ પંતજલિ આયુર્વેદે કોરોનાની દવા કોરોનિલ લોન્ચ કરી હતી. આ દવાના લોન્ચિંગ સમયે બાબા રામદેવે દાવો કર્યો હતો કે, ભારત સરકારની સાથે-સાથે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ પણ આ દવાને ક્લીયરન્સ આપ્યું છે. જો કે આ બાબતે WHOની પ્રતિક્રિયા પતંજલિ માટે નિરાશા લાવી શકે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નિવેદન અનુસાર તેમણે કોવિડ-19ની સારવાર માટે આવી કોઇ પરંપરાગત દવાનો રિવ્યુ નથી કર્યો તેમજ તેને પ્રમાણિત પણ નથી કરેલી. આ મામલે WHOએ ટ્વીટરના માધ્યમથી સ્પષ્ટતા કરી છે કે પરંતુ પતંજલિની કોરોનિલનું નામ લેવાનું ટાળ્યું છે.

બાબા રામદેવનો દાવો

બાબા રામદેવે કોરોનિલ દવાના લોન્ચિંગ સમયે આ દવાને ભારત સરકાર ઉપરાંત WHOની પણ મંજૂરી મળી હોવાનો દાવો કર્યો હતો. ઉપરાંત તેમણે આ દવા રોગપ્રતિકારક શક્તિ વધારવા અને કોરોનાને નિયંત્રિત કરવા ખૂબ અસરકારક છે તેવો દાવો પણ કર્યો હતો. બાબા રામદેવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન અને માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીની ઉપસ્થિતિમાં આ દવા લોન્ચ કરી હતી.

(સંકેત)