- કર્ણાટક બાદ હવે બિહાર સરકારે લીધો મહત્વનો નિર્ણય
- હવે બિહારમાં પણ જાતિ આધારિત વસ્તી ગણતરી થશે
નવી દિલ્હી: કર્ણાટક બાદ હવે બિહારની સરકારે પણ મહત્વનો નિર્ણય લીધો છે. હવે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થશે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ જાણકારી આપી છે.
જનતા દરબાર મુખ્યમંત્રી કાર્યક્રમ દરમિયાન બિહારના સીએમ નીતિશ કુમારે જણાવ્યું કે, અમે રાજ્યમાં જાતિ આધારિત વસતી ગણતરી કરવાનો નિર્ણય લઇ લીધો છે. આ માટેનો સમગ્ર ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. ક્યા માધ્યમથી આ વસતી ગણતરી કરવામાં આવશે તે અંગે પણ તૈયારી ચાલી રહી છે.
નીતિશ કુમારે જાણકારી આપી હતી કે, અમે જાતિ વસતી ગણતરી એ રીતે કરીશશું કે કોઇ જ બાકી ના રહી જાય. બિહાર સરકાર પારદર્શક રીતે વસ્તી ગણતરી હાથ ધરશે. કોઇ ભૂલ નહીં થાય. તમામ રાજકીય પક્ષો સંમત થયા છે. અમે ટૂંક સમયમાં સર્વપક્ષીય બેઠક કરવાના છીએ. ડેપ્યુટી સીએમએ તેમના પક્ષના તમામ લોકો સાથે વાત કરી છે.
આપને જણાવી દઇએ કે અગાઉ કર્ણાટક સરકારે જાતિ આધારિત વસતી ગણતરીની જાહેરાત કરી હતી.
મહત્વનું છે કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવ સહિત બિહારમાં 10 પક્ષોના નેતાઓએ ઓગસ્ટમાં આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. નેતાઓએ વડા પ્રધાન સાથે ૨૦૨૧ ની વસ્તી ગણતરીમાં જાતિ ગણતરીની માંગ અંગે ચર્ચા કરી હતી.