ગયામાં માઓવાદીનું કાયરતાપૂર્ણ કૃત્ય, એક જ પરિવારના 4 સભ્યોની કરી નિર્મમ હત્યા
- ગયામાં માઓવાદીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય
- એક જ પરિવારના ચાર લોકોની કરી હત્યા
- ચારેય સભ્યોને ફાંસી આપી દીધી
નવી દિલ્હી: ગયામાં માઓવાદીઓ તાંડવ મચાવી રહ્યાં છે. ગયાથી 70 કિલોમીટર દૂર ડુમરિયા બ્લોકના મૌનવર ગામમાં માઓવાદીઓએ બે મહિલાઓ સહિત ચાર લોકોની નિર્મમ હત્યાને અંજામ આપ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ડુમરિયા બ્લોકના મૌનવર ગામમાં માઓવાદીઓએ ચારેયને ઘરની બહાર ખાડામાં ફાંસી આપી દીધી હતી. મૃતકોમાં ઘરના પતિ-પત્નીનો સમાવેશ થાય છે. ત્યારબાદ લોકોમાં દહેશત ફેલાવવા માટે એક ઘરને પણ ફૂંકી માર્યું હતું અને મોટરસાઇકલને પણ આગ ચાંપી દીધી હતી.
મૃતકોમાં સતેન્દ્ર સિંહ, મનોરમા દેવી અને સુનિતા સિંહનો સમાવેશ થાય છે. નક્સલીઓએ એવું પણ રોષમાં લખ્યું છે કે, હત્યારા, દેશદ્રોહી અને માનવતાના દ્રોહ કરનારાઓને મોત આપવા સિવાય કોઇ વિકલ્પ નથી. આ તેના ચાર સાથી અમરેશ, સીતા, શિવપૂજન અને ઉદયની હત્યાનો બદલો છે.
ઘટના સ્થળ પર જે પત્રિકા મુકવામાં આવેલ છે તે જન મુક્તિ છપાકર સેના, સેન્ટ્રલ ઝોન ઝારખંડ, સીપીઆઇના નામે મુકવામાં આવી છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં દહેશત અને ખૌફનો માહોલ છે. ગયા હેડક્વાર્ટરના અધિકારીઓને ઘટનાસ્થળે જવા માટે રવાના થયા છે
મહત્વનું છે કે, આ મામલે SSP આદિત્ય કુમારે કહ્યું, ‘નક્સલવાદીઓએ ચૂંટણીમાં વર્ચસ્વ બતાવવા માટે આ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે.