દેશમાં 12 પોર્ટની સ્વાયત્તતાને લઇને ખરડો રાજ્યસભામાં પસાર, લાગી મંજૂરીની મહોર
- કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો
- દેશના 12 મોટા પોર્ટ્સને સ્વાયત્તતા બક્ષવાનો નિર્ણય કર્યો
- બુધવારે રાજ્યસભામાં પણ મેજર પોર્ટ ઓથોરિટી ખરડા પર મંજૂરીની મહોર
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. દેશના 12 સૌથી મોટા પોર્ટ્સ (બંદર)ને સ્વાયત્તતા બક્ષવા માટે નિર્ણય કર્યો છે.
કેન્દ્ર સરકારે સૌ પ્રથમ લોકસભામાં મેજર પોર્ટ ઓથોરિટી ખરડો, 2020 રજૂ કર્યો હતો જે સર્વસંમતિથી પસાર થઇ ગયો હતો.
મેજર પોર્ટ ઓથોરિટી ખરડા વિશે વાત કરીએ તો તેમાં 12 મોટા બંદરને ડિસિઝન મેકિંગમાં મોટી આઝા દી અપાવવાની જોગવાઇ છે. બુધવારે રાજ્યસભામાં પણ મેજર પોર્ટ ઓથોરિટી ખરડા પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
Parliament passes bill to provide greater autonomy to 12 major ports
— Press Trust of India (@PTI_News) February 10, 2021
રાજ્યસભામાં મેજર પોર્ટ ઓથોરિટી બિલ, 2020ને રજૂ કરતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આ ખરડામાં પોર્ટ સેક્ટરનો કારોબાર સરળ બનાવવાની જોગવાઇ છે. જો કે બીજી તરફ કોંગ્રેસ સાંસદ શક્તિકાંત ગોહિલે કહ્યું હતું કે, આ ખરડો નબળો છે અને તેમાં કેટલાક ચોક્કસ હિતધારકોને ફાયદો થશે.
(સંકેત)