Site icon Revoi.in

UP ચૂંટણી માટે ભાજપની પ્રચાર તૈયારી, આ ફેમસ સોંગની તર્જ પર લૉંચ કર્યું ‘Campaign Song’

Social Share

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં જીત માટે ભાજપ હવે એડીચોટીનું જોર લગાવી રહી છે અને ભાજપ કોઇ કસર છોડવા માંગતી નથી. ભાજપ પોતાના કાર્યોના લોકો સુધી પ્રસાર માટે હવે ડિજીટલ માર્ગ તરફ વળી છે. યૂપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે એક કેંપેન સોંગ લૉંચ કર્યું છે. આ ગીત એક વાયરલ સોંગ ‘મનિકે માગે હિતે’ની તર્જ પર ગાયું છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.

આ સોંગમાં શરૂઆતી શબ્દો ‘સબસે મન કી યે ભાષા, યાં દો દો હે આશા’ છે. આ સોંગમાં સીએમ યોગી આદિત્યનાથ તેમજ પીએમ મોદીને રાજ્ય માટે બે આશા દેખાડવામાં આવી છે. આ સાથે જ સોંગમાં રામ મંદિરનો વિકાસ, કાશી કોરિડોર, વીજ જોડાણ અને રમખાણ મુક્ત રાજ્યની વાત કરવામાં આવી છે. તે ઉપરાંત ફરીથી રાજ્યમાં ભાજપ આવે તેવી પણ વાત કરાઇ છે.

ડૉ. પ્રાચી સાધ્વીએ ટ્વિટર પર આ સોંગ શેર કર્યું છે.

અત્યારે સોશિયલ મીડિયા પર દરેકના મન અને હોઢ પર માત્રને માત્ર મનિકે માગે હિતે સોંગ જ છવાયેલું છે. આ સોંગ એટલી હદે વાયરલ થયું છે કે સેલિબ્રિટિથી લઇને દરેક લોકો આ ગીત પર રસપ્રદ રીલ્સ બનાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. આ ગીત શ્રીલંકાની મશહૂર ગાયિકા યોહાની ડિલોકા ડી’સીલ્વાએ ગાયું છે.

નોંધનીય છે કે, ગઇકાલે ભાજપે યૂપી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. સીએમ યોગી આદિત્યનાથ ગોરખપુરથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે જ્યારે કેશવ પ્રસાદ મૌર્ય સથાયુ બેઠક પરથી ચૂંટણી લડશે.