Site icon Revoi.in

દીદી સાથે મુલાકાત બાદ સુબ્રમણ્યમ સ્વામીના તેવર બદલાયા, પોતાની જ સરકારને નિષ્ફળ ગણાવી

Social Share

નવી દિલ્હી: ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી તેના વિવાદિત નિવેદનો માટે જાણીતા છે. હવે સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ સરકારને સવાલ પૂછતા કહ્યું કે, તે શાસનના દરેક બાબતોમાં સરકાર નિષ્ફળ ગઇ છે. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સાથેની મુલાકાતના એક દિવસ બાદ સ્વામીનું આ નિવેદન સામે આવ્યું છે.

સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા કે, મોદી સરકાર અર્થતંત્ર, સુરક્ષા, વિદેશ નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા તેમજ આંતરિક સુરકક્ષા જેવા તમામ મોરચે નિષ્ફળ રહી છે. તેમણે અફઘાનિસ્તાનની કટોકટીનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારના વલણને પણ નિષ્ફળતા ગણાવી હતી. તે ઉપરાંત, તેણે પેગાસસ ડેટા સુરક્ષા ભંગ માટે કેન્દ્રને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે એવું પણ કહ્યું કે, વર્તમાન સરકાર હેઠળ કાશ્મીર દુ:ખદ સ્થિતિમાં છે.

નોંધનીય છે કે, અગાઉ તેઓ પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને મળ્યા હતા અને તેમની પ્રશંસા પણ કરી હતી અને તેમની તુલના જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઇ, રાજીવ ગાંધી, ચંદ્રશેખર તેમજ પીવી નરસિમ્હા રાવ જેવા રાજકીય દિગ્ગજો સાથે કરી હતી.