દિવંગત બ્રિગેડિયર લિડ્ડરની પુત્રીના આ શબ્દો સાંભળીને તમારી આંખમાંથી અશ્રુઓ સરી પડશે, જાણો શું કહ્યું?
- તામિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં બ્રિગેડિયર લિડ્ડરનું પણ થયું હતું દેહાંત
- તેમના અંતિમ સંસ્કાર બાદ તેમની પુત્રીએ ખૂબ સરસ કહ્યું
- મારા પિતા જ મારા પ્રેરણા સ્ત્રોત હતા: આસના
નવી દિલ્હી: તામિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેશ દરમિયાન દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમના પત્નિ મધુલિકા રાવત સહિત અન્ય સૈન્ય અધિકારીઓને દેહાંત થયા હતા જેમાં ટોચના અધિકારી બ્રિગેડિયર એલ એસ લિડ્ડરનું પણ નિધન થયું હતું.
આજે સવારે બ્રિગેડિયર લિડ્ડરનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો, તેમના અંતિમ સંસ્કાર સમયે તેમની 17 વર્ષીય પુત્રીએ જે શબ્દો કહ્યા હતા તે વાંચીને તમારી આંખો ભીની થઇ જશે.
પોતાના પિતા વિશે વાત કરતા પુત્રી આસનાએ કહ્યું હતું કે, મારા પપ્પા જ મારા સૌથી મોટા પ્રેરણાના સ્ત્રોત હતા. તેઓ મારી દરેક વાત માનતા હતા. પિતાની દરેક યાદો મારી સાથે રહેશે. તેઓ મારા સાચા હીરો હતા.
આસનાએ ઉમેર્યું હતું કે, વર્ષો સુધી હું તેમની લાડકી દીકરી હતી. તેઓ મારા હીરો હતા અને મારા શ્રેષ્ઠ મિત્ર પણ હતા. મારા પિતાના દેહાંતથી દેશનું નુકસાન થયું છે.
બીજી તરફ બ્રિગેડિયર લિડ્ડરના પત્ની ગીતિકા લિડ્ડરે પણ ભાવુક હોવા છતાં લાગણીઓ પર સંયમ રાખીને અંતિમ સમયે પતિને સલામી આપી હતી અને કહ્યું હતું કે, આ રીતે તેઓ ઘરે પરત ફરશે તેવી આશા અમે નહોતી રાખી પરંતુ હું સૈનિકની પત્ની છું એટલે સ્મિતભર્યા ચહેરા સાથે તેમને વિદાય આપી છે. બ્રિગેડિયર લિડ્ડરને શાનદાર વિદાય મળે તે આવશ્યક હતું.