Site icon Revoi.in

આ દવાથી કોરોનાના સંક્રમણની અસર થઇ શકે છે ઓછી, 70 ટકા સુધી રહી શકો છો સુરક્ષિત

Social Share

નવી દિલ્હી: કોરોના સંક્રમણથી બચવા માટે વધુ એક દવા અસરકારક સાબિત થઇ શકે છે. કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે ફેનોફાઇબ્રેટનો ઉપયોગ થાય છે અને આ દવા સંક્રમણથી 70 ટકા સુધીનો બચાવ કરી શકાય છે. બ્રિટનના એક રિસર્ચમાં આ દાવો કરાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કોલેસ્ટ્રોલને ઘટાડનારી દવા ફેનોફાઇબ્રેટથી કોરોના સંક્રમણને 70 ટકા સુધી ઘટાડી શકાય છે. યુકેની બર્મિંઘમ યુનિવર્સિટીએ રિસર્ચમાં આ વાત જાહેર કરી છે. ફેનોફાઇબ્રેટ એસિડ કોરોના સંક્રમણને ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ એક ઑરલ ડ્રગ છે. તેનો ઉપયોગ બ્લડમાં કોલેસ્ટ્રોલ અને લિપિડને કંટ્રોલ કરવા માટે કરાય છે. વિશ્વમાં આ દવાની ઉપલબ્ધતા સરળ છે અને તે સસ્તી પણ છે.

શોધકર્તા એલિજા વિસેંજ અનુસાર ફેનોફાઇબ્રેટમાં કોરોનાના સંક્રમણના ગંભીર લક્ષણો રોકવાની ક્ષમતા છે. આ વાયરસને ફેલાતો અટકાવે છે. દરેક ક્લિનીકલ ટ્રાયલ પૂરા થયા બાદ આ દવા એ લોકોને આપી શકાય છે જેમને વેક્સિન આપી શકાતી નથી.

આપને જણાવી દઇએ કે વૈજ્ઞાનિકોએ ગત વર્ષે લેબમાં કોરોનાના ઓરીજનલ સ્ટ્રેનથી સંક્રમિત થયેલી કોશિકાઓ પર ફેનોફાઇબ્રેટ દવાની અસરને તપાસી હતી. રિઝલ્ટમાં 70 ટા સંક્રમણનો ખતરો જોવા મળ્યો. વૈજ્ઞાનિકો અનુસાર આ દવા કોરોનાના આલ્ફા, બીટા સ્ટ્રેન પર પણ અસરકારક છે.