મોદી કેબિનેટનો મહત્વપૂર્ણ નિર્ણય, આ લોકોના ખાતામાં 974 કરોડ રૂપિયા થશે ટ્રાન્સફર
નવી દિલ્હી: પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેમાં લોન લેનારાઓના હિતમાં પણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ 973.74 કરોડ રૂપિયાની ચૂકવણીને મંજૂરી આપી છે.
જે લોન ખાતાઓમાં (1.3.2020 થી 31.8.2020) ઋણધારકોને છ મહિના માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેના તફાવતની એક્સ-ગ્રેશિયા ચુકવણીની યોજના હેઠળ ધિરાણ સંસ્થાઓ (LI) દ્વારા સબમિટ કરવામાં આવેલા બેલેન્સ દાવા સાથે જોડાયેલ છે.
કોવિડ રોગચાળા દરમિયાન સરકારે લોન મોરેટોરિયમ હેઠળ છ મહિના માટે વ્યાજ પર વ્યાજ પરત કરવાની ઘોષણા કરી હતી. આ માટે માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે. સરકાર તે અંતર્ગત રકમની ચૂકવણી કરી રહી છે.
મહત્વનું છે કે, જ્યારે કોરોના સમયે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતીય રિઝર્વ બેંકે પ્રથમ ત્રણ મહિના અને પછી ત્રણ મહિના માટે અને માર્ચથી ઓગસ્ટ સુધી કુલ છ મહિના માટે લોન મોરેટોરિયમ એટલે કે હપ્તાની ચુકવણી મોકૂફ કરવાની સુવિધા આપી હતી.
બેંકો આ બાકી રકમ પર વ્યાજ વસૂલી શકે છે. આ આધાર પર વિરોધ કરવામાં આવ્યો હતો કે લોનના હપ્તાનો મોટો હિસ્સો સમાન વ્યાજનો છે, તો પછી બેંકોને આના પર પણ વ્યાજ વસૂલવાની મંજૂરી કેમ આપવામાં આવી રહી છે, જ્યારે લોકો કોરોના સંકટમાં આટલા પરેશાન છે.
આ યોજનામાં, સરકાર પીડિત/નબળી કેટેગરીના ઋણધારકોને છ મહિના સુધીની લોનની મુદત માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત ચૂકવશે. નાના ઋણ લેનારાઓને મહામારીમાંથી ઉદ્ભવેલા સંકટનો સામનો કરવામાં અને તેમના પગ પર પાછા ઉભા થવા માટે સમાન રીતે મદદ કરશે, પછી ભલે ઉધાર લેનારાએ મોરેટોરિયમનો લાભ લીધો હોય કે ન હોય.