Site icon Revoi.in

આયાત પરની નિર્ભરતા ઘટાડવા મોદી કેબિનેટે ખાદ્ય તેલ-પામ મિશનને આપી મંજૂરી

Social Share

નવી દિલ્હી: ખાદ્ય તેલોની આયાત પરની નિર્ભરતા ઘટાડવા હેતુસર મોદી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મોદી કેબિનેટે 11,040 કરોડ રૂપિયાની રાષ્ટ્રીય ખાદ્ય તેલ- પામ મિશનને મંજૂરી આપી દીધી છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, રાષ્ટ્રીય મિશન હેઠળ પામ તેલની ખેતી કરનારા માટે જરૂરી સામાનની સહાયતાને બમણી કરી 29 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર કરવામાં આવી છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેલ પામની ખેતી માટે વૃક્ષારોપણ માટે જરૂરી સામની કમી દૂર કરવા માટે સરકાર 15 હેક્ટર માટે 100 લાખ રૂપિયા સુધીની સહાયતા ઉપલબ્ધ કરાવશે. તોમરે કહ્યું કે, ઉત્પાદક ખેડૂતોને ભાવનું આશ્વાસન અપાશે.

મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રના નામે સંબોધન દરમિયાન નવી કેન્દ્રીય યોજનાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે, મંત્રીમંડળના પૂર્વોત્તરના ક્ષેત્ર અને અંડમાન તથા નિકોબાર દ્વીપ સમૂહને ધ્યાનમાં રાખતા એનએમઈઓ-ઓપીને મંજૂરી આપી છે.