Site icon Revoi.in

CBSE ધોરણ-10નું પરિણામ થયું જાહેર, આ રીતે વિદ્યાર્થીઓ પરિણામ ચેક કરી શકે છે

Social Share

નવી દિલ્હી: CBSE દ્વારા ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડના કહેવા પ્રમાણે મંગળવારે 12 વાગ્યે પરિણામ જાહેર થઇ ગયું છે. કોરોનાને કારણે CBSE તરફથી ધોરણ-10ની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. જેનું પરિણામ હવે જાહેર થયું છે. દેશભરમાંથી 18 લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ધોરણ-10ની પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ અહીંયા આપેલી રીતથી પોતાનું પરિણામ ચેક કરી શકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કેન્દ્રીય વિદ્યાલયોનું પરિણામ 100 ટકા રહ્યું છે. જ્યારે દિલ્હી ક્ષેત્રમાં 98.19 ટકા વિદ્યાર્થી પાસ થયા છે. વિદેશી વિદ્યાર્થીઓનું પરિણામ 99.92 ટકા રહ્યું છે. પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 98.89 ટકા અને વિદ્યાર્થીઓની સંખ્યા 99.29 ટકા છે.

આ વખતે CBSE 10ના પરિણામોમાં ત્રિવેન્દ્રમ રાજ્યએ બાજી મારી છે. અહીં 99.99% વિદ્યાર્થીઓ ઉર્તીણ થયા છે. જે બાદમાં બેંગલુરુ, ચેન્નાઇ, પુણે, અજમેર, પટના, ભુવનેશ્વર, ભોપાલ, છત્તીસગઢ, દેહરાદૂન, પ્રયાગરાજ, નોઇડા, દિલ્હી પશ્વિમ, દિલ્હી પૂર્વ અને ગૌહાટી છે.

આ રીતે વિદ્યાર્થીઓ પરિણામ ચેક કરી શકે છે.

– સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in પર જાઓ
– ” CBSE 10th Board Result 2021″ પર ક્લિક કરો
– માંગેલી જાણકારી ભરો
– રિઝલ્ટ આપની સામે હશે
– તેને ડાઉનલોડ કરી દો
– તમે ઈચ્છો તો ભવિષ્ય માટે પ્રિન્ટઆઉટ કાઢી શકો છો

પરિણામ ચેક કરવા સમયે પરિણામમાં કોઇ ભૂલ તો નથી ને તે ચેક કરવું અનિવાર્ય છે. વિદ્યાર્થીઓ પરિણામની અંદર પોતાના નામની જોડણી, માર્કર્સની ગણતરી યોગ્ય છે કે નહીં, પાસ તેમજ નાપાસનું સ્ટેટસ બરોબર છે કે નહીં તે ચકાસી લે તે આવશ્યક છે.

CBSE ધોરણ-10ની બોર્ડ પરીક્ષા 2021 માટે મૂલ્યાંકન માપદંડ 20 માર્કના આંતરિક મૂલ્યાંકન અને સ્કૂલો દ્વારા કરવામાં આવેલા 80 માર્કના બહારના મૂલ્યાંકન પર આધારિત છે.