- સિવિલ સેવકો માટે મહત્વના સમાચાર
- ગુપ્તચર સંસ્થાના સેવાનિવૃત્ત અધિકારીઓ મંજૂરી વગર કોઇ સામગ્ર પ્રકાશિત નહીં કરી શકે
- જો મંજૂરી વગર પ્રકાશિત કરશે તો તેઓનું પેન્શન અટકાવી દેવાશે
નવી દિલ્હી: સિવિલ સેવકો માટે મહત્વના સમાચાર છે. કેન્દ્રએ આ લોકો માટે પેન્શનના નિયમોમાં સંશોધન કર્યું છે. હવેથી ગુપ્તચર કે સુરક્ષા સાથે સંબંધિત સંગઠનોથી સેવાનિવૃત્ત થયેલા અધિકારીઓ મંજૂરી વગર કોઇપણ સામગ્રી પ્રકાશિત નહીં કરી શકે. જો તેઓ મંજૂરી વગર કશું પ્રકાશિત કરશે તો તેમનું પેન્શન રોકી દેવામાં આવશે. સરકારે દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
નવા સંશોધન અનુસાર હવે કોઇપણ સુરક્ષા કે ગુપ્તચર સાથે સંબંધિત સંગઠનના અધિકારીઓએ એક બાહેંધરી આપવી પડશે કે તે તેઓ સેવામાં હોય ત્યારે કે નિવૃત્તિ બાદ સંગઠન સાથે સંબંધિત કોઇપણ જાણકારી પ્રકાશિત નહીં કરે, કોઇપણ સામગ્રી પ્રકાશિત કરવા માટે તેમણે પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય રહેશે.
તે ઉપરાંત જો સેવાનિવૃત્તિ બાદ અધિકારી પૂર્વ મંજૂરી વગર કશુ લખશે તો તેનું પેન્શન અટકાવી શકાશે. તેમણે કશુ લખતા પહેલા મંજૂરી લેવાની રહેશે.
નવો કાયદો શું છે
કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ, 1972માં સંશોધન કરીને ડીઓપીટી દ્વારા એક ક્લૉજ જોડવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, સેવાનિવૃત્તિ પર આરટીઆઈ અધિનિયમની બીજી યાદીમાં મેન્શન થયેલા સંગઠનોમાં કામ કરનારાઓનેઓર્ગેનાઈઝેશનના પ્રમુખની પૂર્વ મંજૂરી વગર સંગઠનના ડોમેન સાથે સંબંધિત કશું પણ પ્રકાશિત કરવાની મંજૂરી નહીં આપવામાં આવે.
આ સંગઠનના કર્મીઓ પર લાગુ થશે નિયમ
ઈન્ટેલિજન્સ બ્યુરો, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, રાજસ્વ ગુપ્તચર નિદેશાલય, સેન્ટ્રલ ઈકોનોમિક ઈન્ટેલિજન્સ બ્યુરો, પ્રવર્તન નિદેશાલય, નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો, એવિએશન રિસર્ચ સેન્ટર, સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ, સીમા સુરક્ષા દળ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ, ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસ, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ, નેશનલ સિક્યોરિટી ગાર્ડ, આસામ રાઈફલ્સ, સશસ્ત્ર સીમા બળ પર નિયમ લાગૂ થશે.