Site icon Revoi.in

મુખ્યમંત્રી ચરણજીત સિંહ સાથે નવજોત સિંહ સિદ્વુએ કરી મુલાકાત

Social Share

નવી દિલ્હી: પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ નવજોત સિંહ સિદ્વુએ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રી પરગટ સિંહ, કાર્યકારી અધ્યક્ષ કુલજીત નાગરા, પવન ગોયલ અને પર્યવેક્ષક હરીશ ચૌધરી પણ હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રી ચન્નીએ કહ્યું હતું કે, મે આજે સિદ્વુ સાહેબની સાથે ટેલિફોન પર વાત કરી છે. પાર્ટી સર્વોચ્ચ છે, સરકાર પાર્ટીની વિચારધારા સ્વીકાર કરે છે અને તેનું પાલન કરે છે. તમે આવો, બેઠો અને વાત કરો. બીજી તરફ, સિદ્વુએ બુધવારે પોલી મહાનિદેશક, રાજ્યના એડવોકેટ જરનલ અને કલંકિત નેતાઓની નિમણૂક પર સવાલ ઉઠાવ્યા હતા.

નોંધનીય છે કે, સિદ્ધુને કેપ્ટન અમરિંદર સિંહની નારાજગી છતાં કોંગ્રેસ હાઈકમાન્ડે 18 જુલાઈએ પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા. વિવાદ યથાવત રહેતા કેપ્ટને 18 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું. ત્યારબાદ ચરણજીત સિંહ ચન્નીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ચન્નીને સિદ્ધુના નજીકના માનવામાં આવે છે.