Site icon Revoi.in

ચંદ્રયાન-2 મિશનને સફળતા, ચંદ્ર પર દેખાયા પાણીના અણુ

Social Share

નવી દિલ્હી: ભારતના બીજા મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-2ને મોટી સફળતા હાંસિલ થઇ છે. ચંદ્રયાન-2 ને ચંદ્ર પર પાણીના અણુઓ મળી આવ્યા છે. મિશન દરમિયાન પ્રાપ્ત થયેલા આંકડાથી આ માહિતી મળી છે. હાલમાં ચંદ્રયાન-2 મિશનનું ઓર્બિટર ચંદ્રમાની પરિક્રમા કરી રહ્યું છે.

ISROના પૂર્વ અધ્યક્ષ એ એસ કિરણકુમારના સહયોગથી પ્રકાશિત એક રિસર્ચ પેપર અનુસાર ચંદ્રયાન-2માં લાગેલા ડિવાઇઝમાં ઇમેજિંગ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર નામનું એક ડિવાઇઝ પણ છે. જે ગ્લોબલ સાયન્ટિફિક ડેટા પ્રાપ્ત કરવા માટે 100 કિલોમીટરની એક ધ્રુવીય કક્ષા સંબંધિત કામ કરી રહ્યું છે.

IIRSથી મળેલા પ્રાથમિક ડેટા અનુસાર ચંદ્રમા પર 29 ડિગ્રી ઉત્તરી તેમજ 62 ડિગ્રી ઉત્તરી અક્ષાંશ વચ્ચે વ્યાપક જળયોજન અને અમિક્ષિત હાઇડ્રોક્સિલ અને પાણી અણુઓની હાજરી સ્પષ્ટપણે જોવા મળે છે. પ્લેજિયોક્લેસ પ્રચુર પથ્થરોમાં ચંદ્રમાના અંધકારથી ભરેલા મેદાની વિસ્તારોની તુલનામાં વધુ OH કે કદાચ H20 અણુ મળી આવ્યા છે.

ભારતે પોતાનું બીજુ ચંદ્ર મિશન ચંદ્રયાન-2 22 જુલાઈ 2019ના રોજ ચંદ્ર માટે રવાના કર્યું હતું. જો કે તેમાં લાગેલું વિક્રમ લેન્ડર તે જ વર્ષે સપ્ટેમ્બરમાં નિર્ધારિત યોજના મુજબ ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ રહ્યું નહીં. જેના કારણે પહેલા જ પ્રયત્નમાં ચંદ્ર પર ઉતરનારો પહેલો દેશ બનવાનું ભારતનું સપનું પૂરું થઈ શક્યું નહીં.