- હવે તમે ઘરે બેઠા આધારકાર્ડમાં સરનામું બદલાવી શકો છો
- UIDAI તેના માટે આપી રહ્યું છે ખાસ સુવિધા
- અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરીને તમારું સરનામું બદલો
નવી દિલ્હી: આજના સમયમાં આધારકાર્ડની ખૂબ જ આવશ્યકતા રહે છે. આજકાલ દરેક સરકારી યોજના કે કોઇપણ કામકાજમાં આધાર કાર્ડની ખૂબ જ જરૂર પડે છે ત્યારે આધાર કાર્ડમાં આપેલી વિગતો ચોક્કસ અને યોગ્ય હોય તે ખૂબ જ જરૂરી બન્યું છે. ખાસ કરીને આધારકાર્ડમાં જન્મતિથિ, નામ, સરનામું વગેરે યોગ્ય રીતે હોવા ખૂબ જરૂરી છે.
સામાન્યપણે આધારકાર્ડમાં જો નામ, જન્મતિથિ સુધારવાની હોય તો તે સરળતાપૂર્વક બદલાવી શકાય છે પરંતુ જો સરનામું ચેન્જ કરવામાં સૌથી વધુ સમસ્યા આવે છે. ખાસ કરીને જે લોકો ભાડાના ઘરમાં રહે છે તેના માટે આ સૌથી મોટી સમસ્યા છે. કારણ કે ઘર ચેન્જ કર્યા બાદ આધાર કાર્ડમાં કાયમી સરનામું બદલવું મુશ્કેલ બને છે. જો કે હવે UIDAI ભાડુઆતોની આ સમસ્યા માટે એક સુવિધા આપી રહ્યું છે. આ સુવિધાથી તમે ઘરે બેઠા સરનામું ચેન્જ કરાવી શકો છો.
પહેલા આધાર કાર્ડમાં સ્થાયી સરનામું બદલવા માટે આધાર સેન્ટર જવું પડતું હતું. પરંતુ એ સમયે તે તમામ સપોર્ટિંગ ડોક્યૂમેન્ટ્સ આપવા પડતા હતા અને ત્યારબાદ જ સરનામું બદલવાની અરજી કરી શકાતી હતી. જો કે હવે તમે ઘરેથી જ ઓનલાઇન આ પ્રોસેસ કરી શકો છો.
વેબસાઈટ પર આ રીતે કરો એપ્લિકેશન
જો તમે પણ આધારકાર્ડમાં એડ્રેસ બદલાવવા માંગો છો તો તેની પ્રોસેસ એકદમ સરળ છે.
1. સૌથી પહેલા UIDAI ની અધિકૃત વેબસાઈટ https://uidai.gov.in/ પર જાઓ.
2. અહીં Address Request (Online) પર ક્લિક કરો.
3. આમ કરતા જ એક નવી વિન્ડો ઓપન થશે. અહીં Update Address ના વિકલ્પ પર ક્લિક કરો.
4. ત્યારબાદ આધાર કાર્ડ નંબર નાખીને લોગઈન કરો.
5. ત્યારબાદ તમારી પાસે જે પણ ડિટેલ્સ માંગે તે ભરી લો.
6. તમામ ડિટેલ્સ ભર્યા બાદ Rent Agreement ની પીડીએફ કોપી અપલોડ કરો.
7. પ્રોસેસ આગળ વધશે એટલે તમારા મોબાઈલ પર એક OTP આવશે.
8. OTP ભર્યા બાદ Submit નું બટન દબાવો. બસ આમ કરતા જ તમારી રિક્વેસ્ટ જતી રહેશે. થોડા દિવસ બાદ તમારું આધારમાં એડ્રસ બદલાઈ જશે.
આ પ્રક્રિયા કરતી વખતે તમારી પાસે રેન્ટ એગ્રીમેન્ટ હોવું જરૂરી છે. અરજી સમયે તમારે રેન્ટ એગ્રીમેન્ટ સ્કેન કરવું પડશે અને ત્યારબાદ તેને ઓનલાઇન અપલોડ કરવાનું રહેશે.
(સંકેત)