- આધાર કાર્ડમાં ખોટી જન્મતારીખ છે?
- તો તેને UIDAIની વેબસાઇટ પર જઇને બદલી શકાય છે
- તેનાથી એકવાર જન્મતારીખ બદલી શકાય છે
નવી દિલ્હી: આજે મોટા ભાગના દરેક સરકારી કામકાજ કે અન્ય કોઇ કામકાજ માટે આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ પુરાવો છે. ગેસ જોડાણથી માંડીને, બેંક એકાઉન્ટ સુધીના દરેક કામકાજ માટે આધાર કાર્ડ ખૂબ જ અનિવાર્ય પુરાવો છે.
આજે દરેક કામકાજ માટે આધાર કાર્ડ જરૂરી છે ત્યારે તેના વગર કામ અટકી જાય તો આધાર કાર્ડમાં સાચી જન્મ તારીખ ખૂબ જ જરૂરી છે. જો તમારા આધાર કાર્ડમાં પણ ખોટી જન્મતારીખનો ઉલ્લેખ કર્યો હોય તો તમારે અડચણનો સામનો કરવો પડશે. જેથી તમે પોતાના આધાર કાર્ડને તાત્કાલિક અપડેટ કરાવી લો. હવે તમે જન્મતારીખને ઘરે જ અપડેટ કરી શકો છો અને તેના માટે કોઇ પણ ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી.
તમે જન્મતારીખ અપડેટ કરવા માટે UIDAIની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in ની મુલાકાત લઇ શકો છો. પરંતુ તેના માટે કેટલાક નિયમો પણ છે જે પ્રમાણે તમે માત્ર કેટલીક વખત જ નામ, જન્મતારીખ અને લિંગ બદલાવી શકો છો. તમે તમારા નામને ફક્ત 2 વખત બદલાવી શકો છો. પોતાની જન્મ તારીખને એખ વખત અને લિંગને એક વખત બદલાવી શકો છો. જો કે તમે સરનામું, ફોટો અને મોબાઇલ નંબરને ગમે તેટલી વખત બદલાવી શકવાની સુવિધા UIDAI આપે છે.