નવી દિલ્હી: મુંબઈની આસપાસના વિસ્તારોમાં સેંકડો ઐતિહાસિક સ્થળો છે બદલાપુર શેહરમાં ઈતિહાસનો સમૃદ્ધ વારસો છે. ત્યાં પ્રાચીન સમયના ઘણા નમૂનાઓ જોવા મળે છે. દેવકોળી ગામમાં ચાવીના આકારનો પ્રાચીન કૂવો પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગામના લોકોનું કહેવું છે કે આ કુવો છત્રપતિ શિવાજી મહારાજના સમયનો છે.
માયાનગરી મુંબઇની આસપાસ અનેક ઐતિહાસિક ધરોહરો અને સ્થળો સ્થિત છે. જેમાં ખાસ કરીને બદલાપુરમાં ઇતિહાસનો સમૃદ્વ વારસો છે. અહીંયા પ્રાચની સમયના અનેક નમૂનાઓ જોવા મળે છે. બદલાપુરના દેવકોળી ગામમાં એક ચાવીના આકારનો પ્રાચીન કૂવો અત્યારે પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
આ જે દેવકોળી ગામ છે તે બદલાપુર પશ્વિમ શહેરી ભાગથી અંદાજે 6 કિ.મી. દૂર સ્થિત છે. આ ગામમાં 60 ઘર છે તેમજ તે પ્રાચીન શિલ્પોથી સમૃદ્વ છે. આ સ્થળની વિશેષતાની વાત કરીએ તો ત્યાં ચાવીના આકારનો કાળા પથ્થરનો કૂવો છે. આ કૂવો 16મી સદીમાં નિર્માણ પામ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ કૂવાની ખાસિયત એ છે કે, તે 70-72 ફૂંડ ઊંડો છે. જેના મધ્યમાં ગણપતિનું શિલ્પ કોતરેલું છે. બાજુની દિવાલો પર હાથીના શિલ્પો કોતરેલા છે. આ કૂવાની વિશેષતા એ છે કે દુકાળના સમયે પણ તેમાનું પાણી ખલાસ થતું નથી. ગામમાં નળ યોજના શરૂ થયા પહેલાં ગ્રામજનો માટે પાણીનો સ્ત્રોત આ કૂવો જ હતો.
નોંધનીય છે કે, શિવાજીના સમયમાં કોંકણ અને ઘાટ પર જ્વા માટે બદલાપુર મધ્યવર્તી હતું. તે સમયે ઘોડસવારો ઘોડા બદલવા માટે આ ઠેકાણે આવતા અને વિશ્રામ કરતા હતા. તે સમયમાં આ કૂવો બંધાયો હોવાનું કહેવાય છે. આ વારસાનું જતન કરવા બાબતે પ્રશાસન ઉદાસીન છે તેવું ગ્રામજનોનું કહેવું છે. આ સ્થાને ઘણા પર્યટકો મુલાકાતે આવે છે. તેટલું જ નહીં દેવકોળી ગામમાં ઘણા ઘરો આઝાદીના સમય પહેલાંના છે.