Site icon Revoi.in

દેશના મુખ્ય આર્થિક સલાહકાર પદેથી કે.વી. સુબ્રમણ્યમે આપ્યું રાજીનામું, જાણો શું કહ્યું?

Social Share

નવી દિલ્હી: દેશના મુખ્ય આર્થિક સલાહકાર રહેલા કે.વી.સુબ્રમણ્યને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કે.વી. સુબ્રમણ્યને રાજીનામાની જાહેરાત કરતા ટ્વિટ કર્યું હતું કે, મેં મારો 3 વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ શિક્ષણ જગતમાં પાછો ફરવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રની સેવા કરવાનો લહાવો મળ્યો છે.

તેમણે ટ્વિટમાં વધુ કહ્યુ હતું કે, દરરોજ જ્યારે હું નોર્થ બ્લોકની મુલાકાત લઉં છું, ત્યારે વિશેષાધિકાર સાથે આવતી જવાબદારીને ન્યાય આપવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરતી વખતે મેં મારી જાતને આ વિશેષાધિકારની યાદ અપાવી છે.

દેશના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે કે.વી. સુબ્રમણ્યમે 7 ડિસેમ્બર, 2018ના રોજ કાર્યભાર ગ્રહણ કર્યો હતો. તે સમયે અરવિંદ સુબ્રમણ્યમે આ પદ છોડી દીધું હતું.  તેમના રાજીનામા બાદ નવા સીઇએના નામની જાહેરાત હજુ સુધી સરકાર દ્વારા કરવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે કે.વી. સુબ્રમણ્યમે 7 ડિસેમ્બર 2018 ના રોજ દેશના મુખ્ય આર્થિક સલાહકાર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તે સમયે અરવિંદ સુબ્રમણ્યમે આ પદ છોડી દીધું હતું. તેમના રાજીનામા બાદ નવા સીઈએના નામની જાહેરાત હજુ સુધી સરકાર દ્વારા કરવામાં આવી નથી.

કે.વી.સુબ્રમણ્યમે કહ્યું કે, મને સરકાર તરફથી પ્રોત્સાહન અને સમર્થન મળ્યું છે અને વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ સારા સંબંધો છે. આ ઉપરાંત, મારા વ્યાવસાયિક જીવનના લગભગ ત્રણ દાયકાઓમાં મને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કરતાં વધુ પ્રેરણાદાયી નેતા ક્યારેય મળ્યા નથી.