- સરહદ પર વિવાદ ભડકાવવા ચીનની ચાલ
- હવે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ શેર કરી રહ્યુ છે
- આ બાદ હવે ભારતીય સેના વધુ સતર્ક થઇ છે
નવી દિલ્હી: લદ્દાખ સરહદે ભારત અને ચીન વચ્ચે વિવાદ હજુ શમ્યો નથી. સરહદ પર શાંતિ ચીનને નાપસંદ હોય તેમ તે વારંવાર શાંતિને ડહોળવા માટે અલગ અલગ ચાલો અપનાવતું હોય છે. જે હેઠળ હવે ચીન જૂના વીડિયો શેર કરીને વિવાદ ભડકાવવાની કોશિશ કરી રહ્યું છે. તે ઉપરાંત આ કેમ્પેઇનથી અરુણાચલ પ્રદેશમાં સૈન્ય કાર્યવાહી કરવાની પણ ધમકી અપાઇ છે.
એક મીડિયા અહેવાલ અનુસાર ચીનમાં ભલે ટ્વિટર પર પ્રતિબંધ લાગૂ હોય તેમ છતાં ભારત વિરુદ્વ એવુ સોશિયલ મીડિયા કેમ્પેઇન ચાલી રહ્યું છે કે ચીન ટ્વિટર પર ભારતીય સરહદ પર તૈનાત પીએલએ સૈનિકોની તસવીરો અને સૂચનાઓએ પ્લેટફોર્મને ભરવાનું કાવતરું છે. જેના કારણે ભારતીય અધિકારીઓ અને અરુણાચલ પ્રદેશ બંને સરહદો પર અલર્ટ છે.
એક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ચીની સૈનિકોને અરુણાચલ પ્રદેશના તવાંગ સાથે જોડાયેલી સરહદે મોકલાયા છે. અન્ય એક પોસ્ટ અનુસાર ચીને પોતાના લાંબા અંતરના રોકેટને પૂર્વ લદ્દાખની સરહદ પર તૈનાત કર્યા છે. ચીન સમર્થિત એક એકાઉન્ટની પોસ્ટમાં ચીની સૈનિકોને લદ્દાખને હોટ સ્પ્રિંગમાં દેખાડવામાં આવ્યા છે. તે ઉપરાંત સોશિયલ મીડિયા પર અન્ય ઉશ્કેરણીજનક પોસ્ટ શેર કરાઇ છે.
નોંધનીય છે કે પેન્ટાગનને બહાર પાડેલા ચીનની હરકતો પરના રિપોર્ટ બાદ ભારતીય અધિકારીઓ અને સેના વધુ સતર્ક થઇ ચૂકી છે. ભારતે હવે ભારતીય સૈન્યની તૈનાતી પણ સરહદ વિસ્તારોમાં વધારી છે.