- વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત શહેર ગાઝિયાબાદ
- વિશ્વના સૌથી પ્રદૂષિત દેશોમાં બાંગ્લાદેશ ટોચ પર
- બ્રિટિશ કંપની હાઉસફ્રેશે કર્યો સર્વે
નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં વાયુ પ્રદૂષણ એ સૌથી મોટો ખતરો અને સંકટ બનીને ઉભરી રહ્યું છે. વિશ્વભરના પ્રદૂષિત શહેરો અને દેશો માટે એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2020માં બાંગ્લાદેશ વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ હતો. આ પછી આ યાદીમાં પાકિસ્તાન, ભારત અને મંગોલિયાનો નંબર આવે છે. વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં પણ ભારતના ગાઝિયાબાદનું જ નામ છે.
બ્રિટિશ કંપની હાઉસફ્રેશ દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર ચીનના ઝિનજિયાંગ પ્રાંતનાં હોટન શહેરને સૌથી પ્રદૂષિત શહેર તરીકે વર્ણવવામાં આવ્યું છે. આ પછી, ઉત્તર પ્રદેશનું ગાઝિયાબાદ આ યાદીમાં બીજા ક્રમાંકે છે. હોટનમાં પ્રદૂષણ માટે રણ જવાબદાર છે. ટ્રાફિકને કારણે ગાઝિયાબાદ વધુ પ્રદૂષિત છે.
બાંગ્લાદેશનું માણિકગંજ વિશ્વનાં સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં 80.2 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરના PM 2.5 સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે, માણિકગંજ વિશે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વભરમાં સૌથી ઝડપથી વિકસતા દેશો પૈકી એક તરીકે, તેનું ઓદ્યોગિક ક્ષેત્ર દર વર્ષે 13 ટકાના દરે વધી રહ્યું છે, 165 મિલિયન લોકોનાં આ દેશમાં વાયુ પ્રદૂષણ માટે વાહન અને ઓદ્યોગિક ઉત્સર્જનનો મોટો ફાળો છે.
વિશ્વના સૌથી પ્રદૂષિત 50 શહેરોમાંથી 49 શહેરો બાંગ્લાદેશ, ચીન, પાકિસ્તાન અને ભારતમાં છે. પાંચથી ઓછા શહેરો ધરાવતા દેશોને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા નથી. આ રિપોર્ટ શહેરોની હવાની ગુણવત્તાનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે.