Site icon Revoi.in

ચીનને ભ્રમ હતો કે સરહદે તેઓ સરહદ પર ઉભા રહેશે તો ભારત ડરી જશે: સીડીએસ જનરલ રાવત

Social Share

નવી દિલ્હી: ચીનને એવો ભ્રમ હતો કે સરહદ પર આધુનિક શસ્ત્ર-સરંજામ સાથે જઇને ઉભા રહીશું એટલે ભારત ડરીને ભારતીય સૈન્ય પીઠેહટ કરી જશે. આ શબ્દો છે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવતના. એ કાર્યક્રમને સંબોધતા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવતે વધુમાં જણાવ્યું હતું કે, ભારતે ચીનની તૈનાતી સામે મક્કમતા સાથે પ્રતિક્રિયા આપી હતી અને મહિનાઓ સુધી ભારતે ચીનને જરા પણ ખસવાનો મોકો આપ્યો ન હતો. ચીનના સત્તાધિશોને પણ તેનાથી અચરજ થયું હશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, દિલ્હીમાં આજે એરફોર્સના ટોપ કમાન્ડર્સની બેઠક આરંભાઇ હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સીડીએસ જનરલ રાવત, એર ચીફ માર્શલ ભદૌરિયા અને અન્ય કમાન્ડરો તેમાં ઉપસ્થિત રહ્યા હતા.

દર બે વર્ષે મળતી આ બેઠકમાં આગામી સમયની રણનીતિ તૈયાર કરવામાં આવતી હોય છે. લદ્દાખ સરહદે ચીનને કાબુમાં રાખવામાં એર ફોર્સે પણ મહત્ત્વપૂર્ણ રોલ ભજવ્યો હતો.

દિલ્હીમાં રાયસિના હિલ ડાઈલોગ કાર્યક્રમમાં બોલતા નૌકાદળના વડા એડમિરલ કરમબિર સિંહે કહ્યું હતું કે ચીની જહાજો હિન્દ મહાસાગરમાં આવન-જાવન કરે છે. તેની આવન-જાવન નૌકાદળથી જરા પણ અજાણી નથી. ચીને તેનો વિશ્વ વેપાર ચાલુ રાખવો હોય તો હિન્દ મહાસાગરમાંથી નીકળવું જ પડે. હિન્દ મહાસાગરમાં ભારતીય નૌકાદળ સૌથી મોટું છે, એટલે કોઈ દેશના જહાજોની હિલચાલ ભારતીય નૌકાદળથી અજાણ રહી ન શકે.

એડમિરલ કરમબિર સિંહે ઉમેર્યું હતું કે જરૃર પડશે તો ક્વાડ દેશો (ભારત-અમેરિકા-જાપાન-ઑસ્ટ્રેલિયા)નું નૌકાદળ ભેગુ મળીને પણ ચીનનો સામનો કરશે.

(સંકેત)