ચીનની સેનાએ હવે રાત્રીના સમયે લદ્દાખ સરહદે શરૂ કર્યો યુદ્વાભ્યાસ, આ છે કારણ
- ચીન ફરીથી ઉશ્કેરણીજનક હરકતો કરી રહ્યું છે
- લદ્દાખ સરહદને અડીને ચીનની સેનાએ યુદ્વાભ્યાસ શરૂ કર્યો
- રાત્રીના સમયે કરી રહ્યા છે નાઇટ ડ્રીલ
નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે લદ્દાખ મોરચે વિવાદને ઉકેલવા માટે અનેકવાર મંત્રણા થઇ હોવા છતાં પણ ચીન સતત ઉશ્કેરણીજનક હરકતો અને અટકચાળો કરીને LAC પર શાંતિ સ્થાપવાના પ્રયાસો પર પાણી ફેરવી દે છે. હવે ચીનની સેનાએ ભારતની સરહદ નજીક રાત્રીના સમયે યુદ્વાભ્યાસ શરૂ કર્યો છે.
એક અહેવાલ અનુસાર, ચીનની સેનાના વેસ્ટર્ન થીયેટર કમાન્ડ દ્વારા હિમાલયની સીમા પાસે તૈનાત પોતાના સૈનિકો માટે નાઇટ ડ્રીલ શરૂ કરી છે. જેની પાછળનો હેતુ સૈનિકોને અત્યાધુનિક હથિયારો અને ઉપકરણોની તાલીમ આપવાનો છે. આ અહેવાલમાં કહેવાયું છે કે, સૈનિકો સંખ્યાબંધ વિસ્તારમાં 50000 મીટરની ઉંચાઇ પર રાત્રીના સમયે યુદ્વ લડવાનો અભ્યાસ કરી રહ્યા છે.
ચીનની સેનાના અધિકારીઓને અનુસાર સૈનિકોને ઉંચાઇવાળા વિસ્તારો પર પ્રશિક્ષણ અપાઇ રહ્યું છે. કારણ કે વધતા જતા પડકારો વચ્ચે સૈનિકોએ કઠોર રીતે યુદ્વ લડવા માટેના માહોલને પહોંચી વળવા તૈયાર રહેવું જરૂરી છે. રાતના અંધારામાં સૈનિકો બર્ફિલા વિસ્તારોના શીખરોને પાર કરી રહ્યા છે. આ અભ્યાસ લાઇવ ફાયર છે અને તેમાં મશીનગનનો ઉપયોગ કરાઇ રહ્યો છે. સાથે જ સેના દ્વારા નવા મલ્ટીપલ રોકેટ લોન્ચર સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.