મુંબઇની જેમ તેલંગાણામાં પણ બ્લેકઆઉટનું ષડયંત્ર, વીજ વિભાગે ચીનના ષડયંત્રને બનાવ્યું નિષ્ફળ
- ચીની હેકર્સે મુંબઇની માફક તેલંગાણામાં પણ બ્લેકઆઉટનો કર્યો પ્રયાસ
- જો કે તેલંગાણાના વીજ વિભાગે ચીની હેકર્સના આ ષડયંત્રને બનાવ્યું નિષ્ફળ
- હેકર્સે તેલંગાણાના ટીએસ ટ્રાંસ્કો અને ટીએસ ગેનકો પાવર સિસ્ટમને હેક કરવા પ્રયત્ન કર્યો હતો
નવી દિલ્હી: ગત વર્ષે મુંબઇમાં થયેલા બ્લેકઆઉટ પાછળ ચીનનું કાવતરું હોવાના થયેલા ઘટસ્ફોટ વચ્ચે ચીને હેકર્સે મુંબઇની માફક તેલંગાણામાં પણ બ્લેકઆઉટ કરવા પ્રયત્ન કર્યો છે. જો કે, કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઑફ ઇન્ડિયાના એલર્ટના કારણે ચીની હેકર્સના આ પ્રયાસોને નિષ્ફળ બનાવી દેવાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હેકર્સે તેલંગાણાના ટીએસ ટ્રાંસ્કો અને ટીએસ ગેનકો પાવર સિસ્ટમને હેક કરવા પ્રયત્ન કર્યો હતો. તે બંને તેલંગાણાની પ્રમુખ પાવર યુટિલિટી છે.
તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે ચીની હેકર્સ પાવર સપ્લાયમાં અડચણ ઉભી કરવા ઇચ્છતા હોવાનું અને ડેટા ચોરી કરવા માંગતા હોવાનું સામે આવ્યું છે. ગેનકોએ આ જોખમને ધ્યાનમાં લઇને શંકાસ્પદ આઇપી એડ્રેસ બ્લોક કરી દીધા હતા અને રિમોટ એરિયામાં કામ કરી રહેલા અધિકારીઓ તેમજ પાવર ગ્રિડના યૂઝર્સના ડેટા બદલી દીધા છે.
એક અહેવાલ પ્રમાણે 2020ના મધ્ય ગાળાથી આજ સુધીમાં ઓછામાં ઓછા 12 સંગઠનો, પ્રારંભિક વીજ કેન્દ્રો અને લોડ ડિસ્પેચ સેન્ટર્સના કોમ્પ્યુટર્સને ચીની હેકર્સ ગ્રુપે ટાર્ગેટ કરવા પ્રયત્ન કરેલો છે. હેકર્સ આ કોમ્પ્યુટર્સમાં માલવેર મોકલવા પ્રયત્ન કરી ચુક્યા છે જેથી સેવાઓને મોટા સ્તરે બાધિત કરી શકાય.
ઈન્ટરનેટના વપરાશ પર નજર રાખતી અમેરિકી કંપની રેકોર્ડેડ ફ્યુચરના અભ્યાસ પ્રમાણે ચીની હેકર્સે અત્યાર સુધીમાં એનટીપીસી, 5 રિજનલ લોડ ડિસ્પેચ સેન્ટર્સ અને બે બંદરો ખાતે હેકિંગનો પ્રયત્ન કર્યો છે.
(સંકેત)