Site icon Revoi.in

જમ્મૂ કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 3 આતંકીઓ ઠાર

Social Share

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરાયા છે. આતંકીઓની ઓળખ પણ કરી લેવામાં આવી છે. જૈશ મોહમ્મદ આતંકી સંગઠનાના આ આતંકવાદીઓ છે. હજુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન હથિયારો અને દારુગોળો સહિતની સામગ્રી મળી આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બડગામ જીલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગુરુવારે રાત્રે અથડામણ શરૂ થઇ હતી. પોલીસ અધિકારી અનુસાર સુરક્ષા દળોએ બડગામ જીલ્લાના જોલવા ગામમાં સર્ચ અને કોર્ડન ઓપરેશન શરૂ કર્યું હતું જેણે બાદમાં એન્કાઉન્ટરનું સ્વરૂપ લીધુ હતું.

બુધવારે પણ પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ પુલવામા જિલ્લાના ચાંદગામ ગામને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું જે એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું. તેમણે કહ્યું હતું કે સુરક્ષા દળો સાથે ગોળીબારમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક (IGP), વિજય કુમારે જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ (JeM)ના હતા અને તેમાં એક પાકિસ્તાની નાગરિકનો પણ સમાવેશ થાય છે.