Site icon Revoi.in

આ દેશમાં તમે હવે ઉડતી કારમાં સવારી કરી શકશો, માત્ર 2 મિનિટમાં જ કાર બની જશે ફ્લાઇટ

Social Share

નવી દિલ્હી: વિશ્વના અનેક દેશોમાં અત્યારે ફ્લાઇંગ કારની ટ્રાયલો ચાલી રહી છે. જો કે જો તમે Slovakia ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો ત્યાં હવે તમે આકાશમાં ઉડતી કારને નિહાળી શકશો. એક તરફ અનેક દેશોમાં ઉડતી કાર એ માત્ર એક પરિકલ્પના કે સ્વપ્ન સમાન છે તો બીજી તરફ સ્લોવેકિયામાં તમારા માટે ઉડતી કાર તૈયાર છે.

સ્લોવેકિયામાં Air Carને ફ્રી સર્કુલેશનની પરવાનગી મળી છે. કાર-એરક્રાફ્ટ કન્સેપ્ટ 170 km/h સુધીની ટોપ સ્પીડ પર પહોંચી શકે છે. હવે તે ફ્યુચરિસ્ટિક કાર બનવા માટે તૈયાર છે. હાઇબ્રિડ વ્હીકલ એરકારને માત્ર બે મિનિટમાં જ કારથી એરોપ્લેન બનાવી દે છે.

ગાડીની ખાસિયત પર નજર કરીએ તો તે એક BMW એન્જિન, બે તરફ લાગેલા વિંગ્સ અને એક રિયંર વિંગના કારણે ફ્લાઇંગ કાર રિયલ પ્લેનની જેમ જ ટેક ઓફ કરવા માટે સક્ષમ છે. સ્વોવેકિયા ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ Klein Visionને Air Card ઉડાવવાની લીલી ઝંડી મળી ગઇ છે.

આ કાર 2500 મીટર સુધી ઉપર ઉડાન ભરી શકે છે તેમજ તેની ટોપ સ્પીડ 170 Km/h છે. આ ગેસોલીન પર ચાલે છે. તેના ક્રિએટર્સને આશા છે કે હવે તેની માસ પ્રોડક્શન શરૂ કરવામાં આવે ત્યાં સુધી તેની રેન્જ 1000 કિમી સુધી જશે. તેને ઉડાવવા માટે પાયલટ પાસે લાયસન્સ હોવું અનિવાર્ય રહેશે.

AirCarને લઈને 70 મિનિટની ફ્લાઈટ ટેસ્ટિંગ અને 200થી વધારે ટેકઓફ અને લેન્ડિંગ ટેસ્ટ કર્યું. કંપનીએ કહ્યું કે AirCarને સર્ટિફિકેશન મળવાથી માસ પ્રોડક્શનનો રસ્તો સાફ થઈ ગયો છે. બીજી તરફ કંપની પેરિસથી લઇને લંડન સુધીની ફ્લાઇટ પણ કંડક્ટ કરવાની છે.