Site icon Revoi.in

ગોવામાં CM કેજરીવાલે કરી જાહેરાત, નોકરી નહીં મળે તો યુવાનોને આપશે બેરોજગારી ભથ્થું

Social Share

નવી દિલ્હી: દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દરેક રાજકીય પક્ષો આ વખતે જીત માટે કોઇ કસર છોડવા માંગતા નથી. આ વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રચાર માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગોવા પહોંચ્યા છે. ગોવામાં મતદારોને આકર્ષિત કરવા માટે કેજરીવાલે એલાન કર્યું હતું કે, જો AAPની સરકાર બનશે તો દરેકને રોજગાર આપશે અને જો તેઓ રોજગાર આપી શકશે નહીં તો દરેકને 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું અપાશે.

ગોવામાં આ જાહેરાત કરતા દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટી ભારતની સૌથી પ્રામાણિક પાર્ટી છે. પીએમ મોદીએ ખુદ અમને ઇમાનદારીનું પ્રમાણપત્ર આપ્યું છે. તેમણે પીએમ મોદી પર પ્રહારો કર્યા હતા કે, ભાજપે મારા અને મનીષ સિસોદીયાના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા. અમારા 21 ધારાસભ્યોની ધરપકડ કરાઇ અને 400 ફાઇલો તપાસવામાં આવી પરંતુ અમારી વિરુદ્વ કંઇ હાથ લાગ્યું નથી. અમે ભ્રષ્ટાચાર કરતા નથી. જો ગોવામાં સરકાર બનશે તો અમે ઘણી પ્રામાણિકતાથી સરકાર ચલાવીશું.

બીજેપી અને કોંગ્રેસ પર વાર કરતા કેજરીવાલે કહ્યું કે, ગોવામાં એકવાર બીજેપી અને એકવાર કોંગ્રેસની સરકાર બની ચૂકી છે. બંને એક પાર્ટી બની ગઇ છે. કોંગ્રેસના તમામ લોકો પાર્ટી છોડીને ભાજપમાં ગયા છે. તેમનું કુળ એક જ છે પરંતુ ગોવાના લોકો હવે પરિવર્તન માટે ઇચ્છુક છે.

તેમણે વધુમાં ઉમેર્યુ કે, ગોવાની સ્થિતિ માટે તમામ રાજકીય પક્ષો જવાબદાર છે. એવામાં આમ આદમી પાર્ટી જનતામાં નવી આશા બનીને ઉભરી છે. દિલ્હીમાં અમારી સરકારે શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરી છે. જો ગોવામાં AAPની સરકાર રચાશે તો ઉત્તમ શિક્ષણ વ્યવસ્થા પ્રદાન કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગોવાની સ્થિતિ માટે તમામ પાર્ટીઓ જવાબદાર છે. એવામાં આમ આદમી પાર્ટી જનતામાં નવી આશા બનીને ઉભરી છે. દિલ્હીમાં અમારી સરકારે શિક્ષણના ક્ષેત્રમાં ઘણું સારું કામ કર્યું છે. જો ગોવામાં અમારી સરકાર બની તો સારી શિક્ષણ વ્યવસ્થા લોકોને ઉપલબ્ધ કરાવીશું..