Site icon Revoi.in

કોરોનાનો પ્રકોપ: દિલ્હીમાં વધુ એક સપ્તાહ લોકડાઉન લંબાવાયું

Social Share

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે અને સ્થિતિમાં કોઇ સુધારો જોવા નથી મળી રહ્યો ત્યારે હવે રાજ્ય સરકારે દિલ્હીમાં વધુ એક સપ્તાહ માટે લોકડાઉન લંબાવ્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલે લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમે વિચાર કર્યા બાદ આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં કોરોનાના કેસ સ્ફોટક ગતિએ વધી રહ્યા છે, તેથી દિલ્હીમાં લોકડાઉન લગાવવું આવશ્યક છે.

સીએમ કેજરીવાલે વધુમાં ઉમેર્યું હતું કે, કોરોના સંક્રમણને પહોંચી વળવા માટે લોકડાઉન જ અંતિમ હથિયાર છે. જે રીતે કેસ વધી રહ્યાં હતાં, આ આખરી હથિયારનો ઉપયોગ આવશ્યક બન્યો હતો. હજુ પણ કોરોનાનો પ્રકોપ ચાલુ છે. તેથી અમે રાજ્યમાં લોકડાઉન આગળ વધારવાનો નિર્ણય લીધો છે. આ લોકડાઉન 3 મે સુધી સવારે 5 વાગ્યા સુધી આગળ વધારાયું છે.

નોંધનીય છે કે, દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 32 ટકા ઉપર જોવા મળી રહ્યો છે. ઑક્સિજન અને બેડની પણ ભારે અછત પ્રવર્તી રહી છે. આ સમયે સરકાર પાસે લોકડાઉન વધારવા સિવાય અન્ય કોઇ વૈકલ્પિક ઉપાય જોવા નથી મળી રહ્યો.

(સંકેત)