Site icon Revoi.in

કોરોનાના કહેર વચ્ચે દેશના આ શહેરમાં સંપૂર્ણ લોકડાઉન લાગૂ, અન્ય શહેરોમાં પણ પાબંધીઓ વધી

Social Share

નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. દેશમાં 1 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. અનેક રાજ્યો હવે સંક્રમણને કાબૂમાં લેવા માટે કડક નિયંત્રણો લાદી રહી છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્ર અને દિલ્હીની છે.

હવે અનેક રાજ્યોની સરકાર દ્વારા જુદી જુદી ગાઇડલાઇનો જાહેર કરવામાં આવી છે. આ વચ્ચે તામિલનાડુમાં કોરોનાના કેસ વધતા ત્યાં સંપૂર્ણપણે લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તામિલનાડુમાં ઓમિક્રોન અને ડેલ્ટા વેરિએન્ટનું પ્રસરણ વધતા સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે. જેથી અહીંયા સરકાર દ્વારા વીકેન્ડ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ સમગ્ર રાજ્યોમાં નાઇટ કર્ફ્યૂ પણ જાહેર કરવામાં આવ્યું છે. જો કે મેડિકલ સેવાઓ, કરિયાણાની દુકાનો વગેરે જીવનજરૂરી વસ્તુઓ માટે પ્રતિબંધો નથી લગાવવામાં આવ્યા. જો કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે.

બીજા અનેક રાજ્યોમાં શાળાઓ તેમજ કોલેજો બંધ કરવામાં આવ્યા છે. નાઇટ કર્ફ્યૂનો સમય પણ લંબાવાયો છે. તે ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે પણ મર્યાદિત સંખ્યા નક્કી કરવામાં આવી છે અને વર્ક ફ્રોમ હોમ પર બધા વધારે આપી રહ્યા છે.

નોંધનીય છે કે, દિલ્હીમાં સ્થિતિ વણસરા ત્યાં સૌથી પહેલા વીકેન્ડ કફર્યૂ જાહેર કરવામાં આવ્યો હતો. ઉપરાંત કોવિડના દર્દીઓએ 14 દિવસ આઇસોલેશનની જગ્યાએ માત્ર 7 દિવસ માટે હોમ આઇસોલેશનમાં રહેવું પડશે. સરકારી ઓફિસોમાં પણ વર્ક ફ્રોમ હોમ લાગુ કરી દેવામાં આવ્યું છે અને પ્રાઇવેટ ઓફિસોમાં 50 ટકા ક્ષમતા સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે.