Site icon Revoi.in

નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબદુલ્લાને કહ્યું,ભારતનું વિભાજન એક ઐતિહાસિક ભૂલ

Social Share

શ્રીનગર:જમ્મુ કાશ્મીરની રાજકીય પાર્ટીના નેતા ફારૂક અબ્દુલ્લા દ્વારા ભારતના વિભાજનને લઈને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતનું વિભાજન એક ઐતિહાસિક ભૂલ હતી, તેની કિંમત મુસ્લિમોને ચૂકવવી પડી રહી છે અને હું રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે સહમત છું કે ભારતનું વિભાજન તે એક ઐતિહાસિક ભૂલ હતી.

ફારૂક અબ્દુલ્લાએ તે પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાનની લડાઇ માત્ર ધાર્મિક તંગદિલીને વધારે છે. જો આ એકરાષ્ટ્ર હોત તો વિભાજનની પ્રક્રિયાને ટાળી શકાય તેમ હતી.

જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોને લઈને પણ કહ્યું કે કાશ્મીરના પંડિતો ત્રણ વર્ષથી પોતાની સન્માનજનક વાપસી અને પુનર્વાસ માટે તરસી રહ્યા છે. આ મુદ્દો પણ ખૂબ મહત્ત્વનો છે. તેમણે કહ્યું કે એકમાત્ર નેશનલ કોન્ફરન્સ જ ખીણપ્રદેશમાં પંડિતોની વાપસી અને પુનર્વસનને સુનિશ્ચિત કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે આતંકવાદને લઈને ભારત-બાંગ્લાદેશ મિત્રતા સમારંભમાં સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું કે પાકિસ્તાન હંમેશાં પ્રોક્સીવોર લડે છે. આ ઉપરાંત નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લા હંમેશાં પાકિસ્તાન સાથે વાતચીત કરવાના પક્ષકાર રહ્યા છે. શનિવારે આતંકવાદીઓ દ્વારા બે પોલીસ કર્મીની હત્યા પરત્વે દુઃખ જાહેર કરતાં પણ તેમણે કહ્યું હતું કે કાશ્મીરમાં આતંકવાદ ખતમ કરવા માટે પાકિસ્તાન સાથે વાચતચીત કરવી પડશે.