1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ-કાશ્મીરમાં SC-STને અનામતના વટહુકમથી ઓમર અબ્દુલ્લા, મહબૂબા મુફ્તિને પેટમાં રેડાયું તેલ, સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી
જમ્મુ-કાશ્મીરમાં SC-STને અનામતના વટહુકમથી ઓમર અબ્દુલ્લા, મહબૂબા મુફ્તિને પેટમાં રેડાયું તેલ, સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી

જમ્મુ-કાશ્મીરમાં SC-STને અનામતના વટહુકમથી ઓમર અબ્દુલ્લા, મહબૂબા મુફ્તિને પેટમાં રેડાયું તેલ, સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી

0
Social Share

પીડીપી અને નેશનલ કોન્ફરન્સે કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા અનુચ્છેદ-370માં કરવામાં આવેલા બંધારણનીય સંશોધનને લાગુ કરવાના નિર્ણય વિરુદ્ધ બંને પાર્ટીઓ કોર્ટના દરવાજા ખખડાવે તેવી શક્યતા છે. બંને પાર્ટીઓનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટાયેલી સરકારની મંજૂરી વગર આમ કરવું અયોગ્ય છે. પીડીપી અને નેશનલ કોન્ફરન્સ દ્વારા અનુચ્છેદ-370 અને અનુચ્છેદ-35એ મામલે બેહદ આકરું વલણ દાખવીને કોર્ટમાં તેની સુનાવણી દરમિયાન પણ કેટલાક આકરા નિવેદનો કરવામાં આવ્યા છે. હવે જમ્મુ-કાશ્મીરના દલિત અને આદિવાસીઓને પણ ભારતના અન્ય ભાગમાં મળી રહેલા અનામતના અધિકારને આપવાની વ્યવસ્થાનો પણ અનુચ્છેદ-370ના નામે ઓમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તિ દ્વારા વિરોધ થઈ રહ્યો છે.

નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ શુક્રવારે કહ્યું છે કે તેઓ જમ્મુ-કાશ્મીરમાં કોઈ ચૂંટાયેલી સરકારની ગેરહાજરીમાં ભારતીય બંધારણના 77મા અને 103મા સંશોધનને રાજ્મયાં લાગુ કરવાના કેન્દ્રના નિર્ણ વિરુદ્ધ અદાલતના દરવાજા ખખડાવવાનો વિચાર કરી રહ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારે એક વટહુકમને મંજૂરી આપવામાં આવી છે. તેના પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓને અનામતનો લાભ આપવાની જોગવાઈ લાગુ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના આ વટહુકમને મંજૂરી બાદ પીડીપી અને નેશનલ કોન્ફરન્સે પોતાની રાજનીતિક જમીન પ્રમાણે આદિવાસીઓ અને દલિતોને તેમના અધિકારથી જમ્મુ-કાશ્મીરમાં વંચિત રાખવાની કોશિશો હેઠળ કોર્ટના દરવાજા ખખડાવવાનો વિચાર શરૂ કર્યો છે.

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ ક્હયુ છે કે અનુચ્છેદ-370 એ જોગવાઈ કરે છે કે ત્રણ વિષયો હેઠળ નહીં આવનારા કોઈપણ બંધારણીય પ્રાવધાનને રાજ્યમાં લાગુ કરવા માટે જમ્મુ-કાશ્મીર સરકારની સંમતિ જરૂરી છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યુ છે કે તેમની પાર્ટી વરિષ્ઠ વકીલો સાથે ચર્ચા કરીને જોશે કે આ નિર્ણયને કોર્ટમાં કેવી રીતે પડકારી શકાય છે.

ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કર્યું છે કે સરકારનો અર્થ થાય છે, ચૂંટાયેલી સરકાર. રાષ્ટ્રપતિ રાજ્યપાલની સંમતિ માંગી શકે નહીં, કારણ કે તેઓ રાષ્ટ્રપતિના પ્રતિનિધિ અથવા એજન્ટ હોય છે. આ ત્યાં પણ લાગુ થાય છે કે જ્યાં માત્ર સંમતિની જરૂરત હોય છે. એ કારણ છે કે જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સ શનિવારે વરિષ્ઠ વકીલો સાથે સંપર્ક કરશે, જેથી જોઈ શકાય કે તેઓ આ ગેરબંધારણીય આદેશને કોર્ટમાં પડકારવા માટે ક્યું સર્વશ્રેષ્ઠ પગલું હોઈ શકે છે.

પીડીપી અધ્યક્ષ અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિએ કહ્યું છે કે સ્પષ્ટપણે રાજ્યપાલના પદનો ઉપયોગ કરીને રાજ્યને કમજોર કરવાનું એક દુર્ભાવનાપૂર્ણ પગલું પ્રતીત થઈ રહ્યું છે. આને સહન કરવામાં નહીં આવે અને આખું રાજ્ય ભારત સરકારના આ આપરાધિક અને ગેરકાયદેસર પગલા વિરુદ્ધ લડાઈ લડશે. તેમણે કેન્દ્રની મોદી સરકારની મનસા પર સવાલ ઉઠાવ્યો છે કે કાશ્મીરના લોકોને મજબૂર કેમ કરાઈ રહ્યા છે? મહબૂબા મુફ્તિએ ટ્વિટ કરીને કહ્યું છે કે ભારત સરકાર આગમાં ઘી નાખવાનું અને પરિસ્થિતિને કાબુ બહાર જવા દેવા માટે કેમ કામ કરી રહી છે? કાશ્મીરીઓને કેમ મજબૂર કરાઈ રહ્યા છે? પીડીપી આ લડાઈને અદાલતોમાં પુરી મજબૂતાઈથી લડવા માટે સમાન વિચારધારાવાળી પાર્ટીઓની સાથે કામ કરવા માટે તૈયાર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code