કોંગ્રેસે પંજાબ ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી, CM ચન્ની ચમકૌર સાહિબથી તો નવજોત સિંહ આ બેઠકથી મેદાનમાં ઉતરશે
- પંજાબ ચૂંટણી માટે કોંગ્રેસે યાદી જાહેર કરી
- સીએમ ચન્ની ચમકૌર સાહિબથી ચૂંટણી લડશે
- જ્યારે નવજોત સિંહ સિદ્વુ અમૃતસરથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે
નવી દિલ્હી: કોંગ્રેસે યુપી બાદ હવે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારની સૂચિ જાહેર કરી છે. કોંગ્રેસે કુલ 86 ઉમેદવારોના નામ પર મહોર મારી છે. પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની ચમકૌર સાહિબથી ચૂંટણી લડવા જઇ રહ્યાં છે ત્યારે બીજી તરફ નવજોત સિંહ સિદ્વુ અમૃતસરથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કોંગ્રેસે જે રીતે યાદી જાહેર કરી છે તે અનુસાર, અમૃતસર વેસ્ટમાંથી રાજકુમાર, અમૃતસર પૂર્વથી નવજોત સિંહ, અમૃતસર મધ્યથી ઓમપ્રકાશ સોની, અમૃતસર દક્ષિણથી ઇન્દરબીર સિંહ બોલરિયા, તરનતારનથી ડૉક્ટર ધરમવીર અગ્નિહોત્રી, કપૂરથલાથી રાણા ગુરજીત સિંહ ચૂંટણીના મેદાનમાં ઉતરશે.
કોંગ્રેસે પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે સુજાનપુરથી નરેશ પુરી, પઠાણકોટથી અમિત વિજ, ગુરદાસપુરથી બરિન્દરજીત સિંહ, શ્રીહરગોવિંદપુરથી મનદીપ સિંહ, ડેરા બાબા નાનકથી સુખજિંદર સિંહ રંધાવા, રાજા સાંસીથી સુખવિંદર સિંહ સરકારિયા અને ઉત્તર અમૃતસરથી સુનિલને મેદાનમાં ઉતાર્યા છે.
મહત્વનું છે કે, આ ઉપરાંત શાહકોટથી હરદેવ સિંહ, કરતારપુરથી ચૌધરી સુરિન્દર સિંહ, જલંધર પશ્ચિમથી સુશીલ કુમાર રિંકુ, જલંધર સેન્ટ્રલમાંથી રાજિંદર બેરી, જલંધર ઉત્તરથી અવતાર સિંહ જુનિયર, જલંધર કેન્ટમાંથી પરગટ સિંહ, આદમપુરથી સુખવિંદર સિંહ કોટલી, સુંદર અરોરા હોશિયારપુર, આનંદપુર સાહિબથી કંવરપાલ સિંહ કોંગ્રેસના ઉમેદવાર હશે.