Site icon Revoi.in

દેશમાં સૌથી પહેલા Primary Schools ખોલવી હિતાવહ: ICMR

Social Share

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરનું જોખમ ઓછું થતા હવે અનેક રાજ્યોમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ બધા વચ્ચે હવે બાળકોની શાળાઓ ખોલવાની પણ માંગણી થઇ રહી છે. એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા બાદ હવે ICMR ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે પણ શાળા ખોલવાની વકીલાત કરી છે.

આ અંગે બલરામ ભાગર્વ અનુસાર ભારતમાં શાળાઓ ફરીથી ખોલવાની શરૂઆત પ્રાઇમરી શાળાઓથી કરવી એ વધુ હિતાવહ રહેશે. તે પાછળનું તર્ક એ છે કે, બાળકોમાં ઓછી સંખ્યામાં રિસેપ્ટર હોય છે જેની સાથે વાયરસ સરળતાપૂર્વક ચોંટી જતા હોય છે. આવામાં વયસ્કોની તુલનામાં બાળકો વાયરસ સંક્રમણને સારી રીતે પહોંચી વળી શકે તેમ છે.

‘એસ રિસેપ્ટર’ એવા પ્રોટીન હોય છે જે કોરોના વાયરસના એન્ટ્રી ગેટ હોય છે. જેના પર વાયરસ ચોંટી જાય છે અને ઢગલો માનવ કોશિકાઓને સંક્રમિત કરે છે. જો કે ભાર્ગવે ભારપૂર્વક કહ્યું કે આ પ્રકારનું પગલું  ભરતા પહેલા વિચાર કરવો પડશે, સુનિશ્ચિત કરવું પડશે કે શાળાના શિક્ષક અને અન્ય સહાયક કર્મચારીઓનું રસીકરણ કરવામાં આવે.

કે છ વર્ષથી નવ વર્ષની ઉંમરના બાળકોમાં એન્ટીબોડી 57.2 ટકા છે જે મોટા ભાગે વયસ્કો સમાન છે. અનેક જિલ્લાઓમાં કોવિડ-19ના કેસ ઘટ્યા બાદ શાળાઓ ખુલવા અંગે પૂછવામાં આવ્યું તો ભાર્ગવે કહ્યું કે વયસ્કોની સરખામણીમાં બાળકો સંક્રમણને સારી રીતે પહોંચી વળી શકે છે અને તેમનામાં ઓછી સંખ્યામાં ‘એસ રિસેપ્ટર’ હોય છે જેમાં વાયરસ ચોંટી જાય છે.

ભાર્ગવે કહ્યું કે કેટલાક દેશોમાં ખાસ કરીને સ્કેડેનેવિયાઈ દેશો (ડેનમાર્ક, નોર્વે, અને સ્વીડન)માં પહેલી, બીજી અને ત્રીજી લહેર દરમિયાન પ્રાઈમરી શાળાઓ બંધ કરાઈ ન હતી પછી ભલે તે કોવિડની ગમે તે લહેર રહી હોય, તેમની પ્રાઈમરી શાળાઓ હંમેશા ખુલી રહી હતી.