- જમ્મૂ કાશ્મીરના વિશેષ દરજ્જાને બહાલ કરવા અંગે ફારુક અબ્દુલ્લાનું નિવેદન
- કિસાનોની જેમ આપણે પણ બલિદાન આપવું પડશે
- તો જ જમ્મૂ કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો બહાલ થશે
નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના વિશેષ રાજ્યોના દરજ્જાના બહાલ અંગે નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, આ માટે પ્રદેશની જનતાએ ખેડૂતોની જેમ બલિદાન આપવું પડશે. પાર્ટીના સંસ્થાપક શેખ મોહમ્મદ અબ્દુલ્લાની જયંતિના અવસર પર તેમણે આ કહ્યું હતું. જો કે તેમણે એમ પણ પાછું કહ્યું હતું કે, પાર્ટી કોઇપણ પ્રકારની હિંસાનું પણ સમર્થન કરતી નથી.
છેલ્લા એક વર્ષથી ખેડૂતોના આંદોલન બાદ મોદી સરકારે કૃષિ કાયદાઓ પરત કરવાની ઘોષણા કરી હતી અને અંતે સંસદમાં 29 નવેમ્બરના રોજ શિયાળુ સત્રના પ્રથમ દિવસે કૃષિ કાયદાને રદ્દ કરવા માટે એક બિલ પસાર કર્યું હતું, તેના પરથી પ્રેરિત થઇને ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, ખેડૂતોની જેમ કાશ્મીરની જનતાને બલિદાન આપવું પડશે. ત્યારે કેન્દ્ર સરકાર જમ્મૂ-કાશ્મીરના વિશેષ રાજ્યનો દરજ્જો બહાલ કરશે.
સભાને સંબોધિત કરતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યુ- 11 મહિનાના આંદોલન દરમિયાન 700 કિસાનોના મોત થયા. કિસાનોના બલિદાન પર કેન્દ્રએ ત્રણ કૃષિ બિલોને રદ્દ કરવા પડ્યા. આપણે આપણા અધિકારો પરત મેળવવા માટે આ પ્રકારનું બલિદાન કરવું પડી શકે છે.
તેમણે આગળ કહ્યુ- તે યાદ રાખો અમે (આર્ટિકલ) 370, 35-એ અને રાજ્યનો દરજ્જો પરત મેળવવાનું વચન કર્યુ છે અને આપણે બલિદાન કરવા માટે તૈયાર છીએ.