- જમ્મૂ કાશ્મીરના બારામુલા જીલ્લામાં નગર પરિષદની ઓફિસ પર આતંકી હુમલો
- આ આતંકી હુમલામાં એક કાઉન્સિલરનું મોત અને એક પોલીસકર્મી થયા શહીદ
- નગર પરિષદની ઓફિસમાં કાઉન્સિલરોની બેઠક દરમિયાન આ આતંકી હુમલો થયો
નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના બારામુલા જીલ્લાના સોપોરમાં આતંકીઓએ નગર પરિષદની ઓફિસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક કાઉન્સિલરનું મોત થયું છે. આ હુમલામાં એક પોલીસકર્મી પણ શહીદ થયા છે. જાણકારી અનુસાર બારામુલા જીલ્લાના સોપોરમાં નગર પરિષદની ઓફિસમાં કાઉન્સિલરોની બેઠક દરમિયાન આતંકીઓએ આ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક કાઉન્સિલરનું મોત થયું હતું. કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે.
Municipal councillor, his personal security guard shot dead by militants in Sopore area of Jammu and Kashmir's Baramulla district: Police
— Press Trust of India (@PTI_News) March 29, 2021
પોલીસના સૂત્રો અનુસાર જેવી નગર પરિષદની ઓફિસમાં કાઉન્સિલરોની બેઠક શરૂ થઇ હતી ત્યારે જ આતંકીઓએ ગોળીઓ વરસાવવાની શરૂ કરી હતી. આ હુમલામાં રેયાજ અહમદ નામના કાઉન્સિલરનું મોત થયું છે. જ્યારે અન્ય એક કાઉન્સિલર ઇજાગ્રસ્ત થયો છે.
આ હુમલા બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસકર્મી પહોંચી ગયા છે અને આખા વિસ્તારને ઘેરીને આતંકીઓની શોધખોળ આદરી છે.
(સંકેત)