Site icon Revoi.in

બ્રિટનથી ઓક્સિજન-વેન્ટિલેટરની પહેલી ખેપ ભારત પહોંચી

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી ઘાતક લહેરનો સામનો કરવા માટે આવશ્યક એવા વેન્ટિલેટર તેમજ ઓક્સિજન કોન્સટ્રેટરની તાત્કાલિક જરૂરિયાત પૂરી કરવા માટે મદદ માટે બ્રિટનથી પહેલી ખેપ આજે સવારે દિલ્હી પહોંચી. જેમાં 100 વેન્ટિલેટર તેમજ 95 ઓક્સિજન કોન્સટ્રેટર છે. કેન્દ્રીય વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી હતી.

બ્રિટન સરકારના સૂત્રો અનુસાર વિદેશી રાષ્ટ્રમંડળ અને વિકાસ કાર્યાલય દ્વારા ચૂકવવામાં આવેલી આગામી ખેપનો પ્રબંધ આ સપ્તાહમાં કરવામાં આવી રહ્યો છે. જેમાં 9 એરલાઇન કન્ટેનર લોડ સામેલ હશે. તેમાં 495 ઓક્સિજન કન્સટ્રેટર, 120 નોન-ઇંવેજીવ વેન્ટિલેટર તેમજ 20 મેન્યૂઅલ વેન્ટિલેટર સામેલ છે.

હાલ ધ્યાન તાત્કાલિક જરૂરી ઉપકરણોના કોન્સટ્રેટર ફ્લોને ઝડપી બનાવવાનું છે. લાંબા ગાળામાં ભારતમાં જરુરિયાતોને પૂરી કરવા માટે સરકારી વિભાગો, બંને દેશોના હાઇ કમીશન, બ્રિટનમાં ભારતીય મૂળના સમૂહોની વચ્ચે ચર્ચા ચાલુ છે.

વીકેન્ડમાં FCDOએ ઘોષણા કરી હતી કે ભારત સરકારની સાથે ચર્ચા બાદ કોવિડ-19ની વિરુદ્ધ ભારતની લડાઈમાં સહયોગ કરવા માટે 600થી વધુ અગત્યના મેડિકલ ઉપકરણ ભારત મોકલશે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું કે, આ ખતરનાક વાયરસી જીવનને બચાવવા માટે ઓક્સિજન અને વેન્ટિલેટર સહિત મહત્ત્વપૂર્ણ મેડિકલ ઉપકરણ બ્રિટન ભારત પહોંચાડશે.

તેઓએ કહ્યું કે, બ્રિટન ભારતની સાથે એક મિત્ર અને સાથીના રૂપમાં આ કઠીન સમયમાં ઊભું છે. બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબે ભારતને ખૂબ અગત્યનું ભાગીદાર ગણાવ્યું અને સોમવારે વિદેશ મંત્રી. એસ. જયશંકરની સાથે વાતચીત કરી.

જયશંકરે ફોન કોલ બાદ એક ટ્વીટર નિવેદનમાં કહ્યું કે, અમે કોવિડ પડકારોના વિવિધ પાસાઓ સંબંધિત સહયોગ માટે ચર્ચા કરી હતી. સાથોસાથ અમારા દ્વીપક્ષીય એજન્ડામાં પ્રગતિની સમીક્ષા કરી.

નોંધનીય છે કે, વ્હાઇટ હાઉસે પણ ભારતને ઓક્સિજન સપ્લાય, કોવિડ-19 વેક્સીનના કાચા માલની મદદ આપવાની તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત અમેરિકા પીપીઇ કિટ્સ અને જરૂરી દવાઓ પણ પૂરી પાડશે.

(સંકેત)