Site icon Revoi.in

VIDEO: કોરોના સંક્રમિત થયા બાદ દર્દીએ ક્યારે હોસ્પિટલમાં દાખલ થવું જોઇએ? જાણો ડોક્ટરો શું કહે છે…

Social Share

નવી દિલ્હી: ભારત અત્યારે કોરોનાના દાવાનળ માથે બેઠું છે. એક જ દિવસમાં 3 લાખથી વધુ કેસ નોંધાતા ભારતે કોરોના વાયરસના સૌથી વધુ કેસમાં અમેરિકાનો પણ રેકોર્ડ તોડ્યો છે. હોસ્પિટલમાં ઑક્સિજન, બેડની અછત જોવા મળી રહી છે. આ વચ્ચે ડોક્ટર RT-PCR ટેસ્ટમાં પોઝિટિવ આવનારા દર્દીઓને આવશ્યકતા ના હોય તો હોસ્ટિપલમાં દાખલ ન થવાની સલાહ આપે છે.

આ વચ્ચે કેન્દ્ર સરકારે એક વીડિયો શેર કર્યો છે જેમાં તાતા મેમોરિયલ હોસ્પિટલના ડાયરેક્ટર ડો.સી.એસ. પ્રમેશના સૂચનો છે. વીડિયોમાં સારા પોષણ ઉપરાંત, તરળ પદાર્થ, યોગ, પ્રાણાયામ, કોવિડ પોઝિટિવ દર્દીને પોતાનો તાવ અને ઑક્સિજન લેવલ ટ્રેક કરવાની સલાહ અપાઇ છે.

વીડિયો સંદેશમાં જાણકારી અપાઇ છે કે, જો તમારા શરીરમાં ઑક્સિજન લેવલ 94 કરતા વધુ હોય તો તમારે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. આ ઉપરાંત ઓક્સિજન સ્તરની સટીક તપાસ માટે દર્દીઓએ પોતાના રૂમમાં 6 મિનિટ સુધી વોક કર્યા બાદ ટેસ્ટનું સૂચન આપવામાં આવ્યું છે. 6 મિનિટ સુધી વોક કર્યા બાદ પહેલાના અને પછીના ઑક્સિજન લેવલમાં 4 ટકા કે વધુ ઉતાર ચઢાવ હોય તો હોસ્પિટલનો સંપર્ક કરવાની સલાહ અપાઇ છે.

વીડિયોમાં કહેવાયું છે કે આ સાથે જ તમે બેડ પર પેટના ભાગે સૂઈ જાઓ. એટલે કે પેટ નીચે અને પીઠ ઉપર. જેનાથી ઓક્સિજનના લેવલમાં સુધારો થશે.

વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે જો દર્દીનું ઓક્સિજન લેવલ બરાબર હોય અને તાવ સિવાય અન્ય કોઈ સમસ્યા ન હોય તો આવા દર્દીને ફક્ત પેરાસિટામોલ લેવાની અને ખુશ રહેવાની જરૂર છે. આ ઉપરાંત તેણે હોસ્પિટલમાં દાખલ થવાની પણ કોઈ જરૂર નથી.

(સંકેત)