- નોવેલ કોરોના વાયરસનું નવું વેરિયન્ટ પહેલાથી વધુ ખતરનાક
- RTPCR ટેસ્ટ નેગેટિવ હોવા છતાં આવે છે કોરોના
- આ નવો સ્ટ્રેઇન પહેલા કરતા વધુ ગુપ્ત થઇ રહ્યો છે
નવી દિલ્હી: દેશમાં કોરના વાયરસનો કોહરામ યથાવત્ છે. આ દરમિયાન એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર નોવેલ કોરોના વાયરસનું નવું વેરિયન્ટ પહેલાથી વધુ ખતરનાક અને સંક્રમક હોવાની સાથોસાથ ગુપ્ત થઇ રહ્યું છે.
સિટી હોસ્પિટલના ડોક્ટરો અનુસાર એવા અનેક કેસ સામે આવ્યા છે, જેમાં દર્દીઓ કોરોના સંક્રમિત થવાના અનેક વિશિષ્ટ લક્ષણ છે, પરંતુ 2-3 વાર RTPCR ટેસ્ટ કરાવ્યા બાદ પણ તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. કોરોનાનું સંક્રમણ છે કે નહીં, તે જાણવા માટે અત્યારે આરટી-પીસીઆર ટેસ્ટને સૌથી વધુ સચોટ માનવામાં આવ્યા છે, પરંતુ આ રિપોર્ટે ચિંતા વધારી છે.
એક મીડિયા અહેવાલ અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં એવા અનેક દર્દીઓ મળ્યા છે જેમને તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ તેમજ ફેફસાંમાં સંક્રમણ હતું, સીટી સ્કેન કરાવતાં તેમના ફેફસાંમાં હળવા ભૂરા રંગના પેચ જોવા મળ્યા. તેને મેડિકલ ભાષામાં પૈચી ગ્રાઉન્ડ ગ્લાલ ઓપેસિટી કહેવામાં આવે છે. તે કોવિડ-19નું એક વિશિષ્ટ લક્ષણ છે.
દર્દી બ્રોકોએલવોલર લેવેજથી પીડિત છે, જે એક ડાયગ્નોસ્ટિક ટેકનિક છે, તેમાં સંક્રમિતના મોં તથા નાકના માધ્યમથી ફેફસામાં એક લિક્વીડ આપવામાં આવે છે અંદર જઇને દ્રવનું પરીક્ષણ કરે છે. તેનાથી વિશ્લેષણની પુષ્ટિ થાય છે. આવી તમામ વ્યક્તિ જેમના RT-PCR ટેસ્ટ નેગેટિવ હતા, તે બધાના લેવેજ ટેસ્ટ કરાયા. આ ટેસ્ટમાં તમામ કોરોના લક્ષણ પોઝિટિવ આવ્યા.
(સંકેત)