- વાવાઝોડાના ખતરાને લઇન પીએમ મોદીએ બોલાવી હાઇલેવલ મીટિંગ
- ઉચ્ચ અધિકારીઓ સાથે વાવાઝોડાની પરિસ્થિતિને લઇને કરી ચર્ચા
- રેસ્ક્યુ કામગીરીની તૈયારી અંગે પણ કરી સમીક્ષા
નવી દિલ્હી: કોવિડના નવા વેરિએન્ટના વધતા કહેર વચ્ચે હવે ભારતમાં ચક્રવાતી આફત આવી રહી છે. ભારતના પૂર્વ વિસ્તારમાં નવું વાવાઝોડું આકાર પામી રહ્યું છે. આગામી કેટલાક કલાકોમાં ઓડિશાના તટ પર આ વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના છે. જો કે આ વાવાઝોડું ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરશે કે કેમ અને કેટલી ગતિએ આવશે તેને લઇને કોઇ ચોક્કસ અનુમાન નથી.
આ સ્થિતિ વચ્ચે હવે મોદી સરકાર સતર્ક થઇ ચૂકી છે અને હવે પીએમ મોદીએ તાબડતોબ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. પીએમ મોદીએ દિલ્હી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે હાઇલેવલ મીટિંગ કરી હતી જેમાં તેમને સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. બેઠક દરમિયાન વાવાઝોડા સામે બચાવના પગલાં સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
ડિસેમ્બરની શરૂઆત થતા જ ગુજરાત સહિતના રાજ્યોમાં વાતાવરણમાં ગજબનો પલટો જોવા મળ્યો છે. કેટલાક વિસ્તારોમાં માવઠું તો ક્યાંક મુશળધાર વરસાદ પણ પડી રહ્યો છે. શિયાળુ અને ચોમાસુ એમ બંનેની ઋતુની અસર વર્તાઇ રહી છે. મુંબઇમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. તોફાન ઓડિશાના તટ પર ત્રાટકે તેવી સંભાવના હોવાથી તમામ જીલ્લાઓમાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
ઓડિશાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ભારતીય મોસમ વિભાગે અનેકવિધ જીલ્લામાં રેડ, ઓરેન્જ અને રેડ અલર્ટ આપ્યુ છે.
IMD એ ગજાપતિ, ગંજમ, પૂરી અને જગતસિંહપૂરમાં રેડ અલર્ટ આપ્યું છે અને કેન્દ્રપાડા, કટક, ખુરદા, નયાગઢ, કંધમાલ, રાયગઢ અને કોરાપુટમાં વરસાદને લઈને ઓરેન્જ અલર્ટ આપ્યું છે.