Site icon Revoi.in

આ સરકારી કર્મચારીઓને લ્હાણી, DAમાં કરાયો 25 ટકાનો વધારો

Social Share

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે મોદી સરકારે લ્હાણી કરી છે. આ કર્મચારીઓના DAમાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓને પાંચમાં પગાર પંચ અને છઠ્ઠા પગાર પંચની ભલામણો અનુસાર પગાર આપવામાં આવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, DAનો વર્તમાન દર મૂળભૂત પગારના 164 ટકાથી વધારીને 189 ટકા કરવામાં આવ્યો છે. એકાઉન્ટ વિભાગે સ્પષ્ટતા કરી છે કે, DA દર 01.01.2020, 01.07.2020 અને 01.01.2021ના રોજ ચૂકવવામાં આવેલા વધારાના હપ્તાને આવરી લે છે.

એકાઉન્ટ વિભાગે પણ સ્પષ્ટ કર્યું છે કે 5માં પગાર પંચ અને 6માં પગાર પંચના કર્મચારીઓ માટે 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2021ના ​​સમયગાળા માટે DA અનુક્રમે 312 ટકા અને 164 ટકા સમાન રહેશે. એટલે કે, 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2021 સુધીના સમયગાળા માટે આ કર્મચારીઓને DA ની કોઈ રકમ ચૂકવવામાં આવશે નહીં.

આપને જણાવી દઇએ કે, આ કર્મચારીઓ માટે 1 જુલાઇ, 2021થી આ સુધારેલ DA લાગુ થશે. આ માટે, નાણાં મંત્રાલયના એકાઉન્ટ વિભાગ, ઑફિસ મેમોરેન્ડમ પણ જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ સાતમાં પગાર પંચ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 11 ટકાનો વધારો કર્યો છે.