Site icon Revoi.in

ભારત-અમેરિકા વચ્ચે મિલિટરી ટૂ મિલિટરી એંગજમેન્ટ વધશે

Social Share

નવી દિલ્હી: હાલમાં અમેરિકાના રક્ષા મંત્રી લોયડ જેમ્સ ઓસ્ટિન ત્રણ દિવસીય પ્રવાસે છે. આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને અમેરિકાના રક્ષા મંત્રી લોયડ જેમ્સ ઓસ્ટિન વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઇ. આ બેઠકમાં બન્ને દેશો વચ્ચે અનેક મહત્વના મુદ્દાઓ પર સહમતિ સધાઇ હતી. આ દરમિયાન CDS જનરલ બિપીન રાવત અને ત્રણેય સેનાઓના વડા પણ હાજર રહ્યા હતા.

પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત બાદ એક નિવેદનમાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારતીય સેના અને યુએસ ઇન્ડો-પેસિફિક કમાંડ, આફ્રિકા કમાંડ વચ્ચે અમે સહયોગ વધારવા પર સહમત થયાં છીએ. અમે LEMOA, COMCASA તેમજ BECA સમજૂતિઓ પર હસ્તાક્ષર કર્યા છે.

અમેરીકાના રક્ષામંત્રી ઓસ્ટિને કહ્યું, આપણો સંબંધ ફ્રી અને ઓપન ઈન્ડો પેસિફિક રિઝનનું એક ગઢ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત ફ્રીડમ ઓફ નેવિગેશન અને ફ્રીડમ ઓફ ઓવરફ્લાઈટ માટે ઊભું છે. આ પ્રાદેશિક સુરક્ષા માટે આપણો સંયુક્ત દ્રષ્ટિકોણ કન્ફર્મ કરે છે.

સંયુક્ત નિવેદન જાહેર કરતા રાજનાથ સિંહે કહ્યું, મને આનંદ થાય છે કે રક્ષામંત્રી ઓસ્ટિન અને તેમના પ્રતિનિધિમંડળ સાથે અમારી વ્યાપક અને ઉપયોગી વાતચીત થઈ. અમે વ્યાપક વૈશ્વિક રાજનીતિની ભાગીદારીનો પુરી ક્ષમતાનો અનુભવ કરવા માટે દૃઢ છીએ.

રક્ષા સહયોગ પર વ્યાપકપણે વાતચીત મિલિટરી ટૂ મિલટરી એંગેજમેન્ટ વધારવા માહીતી અને ભાગીદારી અને રક્ષા અને મ્યૂચ્યુઅલ લોજિસ્ટિક સપોર્ટના ઉભરતા ક્ષેત્રમાં સહયોગ પર પણ ચર્ચા થઈ. બંન્ને દેશો વચ્ચે સૈન્ય ગતિવિધિઓ વધતા ચીનની ચિંતા વધી જશે.

(સંકેત)