Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારનો ઉધડો લીધો, કહ્યું – વયસ્કો વર્ક ફ્રોમ કરે છે તો બાળકોને કેમ સ્કૂલે મોકલાઇ રહ્યાં છે?

Social Share

નવી દિલ્હી: દિલ્હીમાં એક તરફ જ્યાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે ત્યારે બીજી તરફ દિલ્હી સરકારે સ્કૂલ ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. વધતા પ્રદૂષણ વચ્ચે દિલ્હી સરકારના સ્કૂલ ખોલવાના નિર્ણય સામે એક 17 વર્ષીય વિદ્યાર્થીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

આ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારનો ઉધડો લીધો હતો કે, જ્યારે વયસ્કો પણ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે તો પછી બાળકોને સ્કૂલ જવા માટે કેમ મજબૂર કરવામાં આવી રહ્યા છે?

દિલ્હીમાં સ્કૂલ ખોલવાના નિર્ણયને લઇને સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના મુખ્યન ન્યાયાધીશ એનવી રમન્નાએ દિલ્હી સરકાર તરફથી હાજર વકીલ  અભિષેક મનુ સિંઘવીને કહ્યું કે, દિલ્હી તરફથી કોઇ હાજર થઇ રહ્યું છે? સિંધવી અમે તમારા નિવેદનોને ગંભીરતાપૂર્વક લીધા છે. તમે કહ્યું કે તમે સ્કૂલ બંધ કરી દીધા છે જો કે હજુ તમામ સ્કૂલો બંધ નથી અનેક 3 કે 4 વર્ષના બાળકો સ્કૂલે જઇ રહ્યાં છે.

કોર્ટે સતત વધતા વાયુ પ્રદૂષણ પર નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, વાયુ પ્રદૂષણને નાથવા માટે કોઇ પગલાં હજુ લેવામાં આવ્યા નથી એવું લાગે છે. આનું સ્તર સતત કથળી રહ્યું છે. સીજેઆઇ રમનાએ કહ્યું કે જો તમે કઇ નહીં કરો તો અમારે બંધ કરાવવું પડશે. જો તમે આદેશ ઇચ્છો તો અમે કોઇને નિયુક્ત કરી શકીએ છીએ.

સિંધવીએ કોર્ટમાં પ્રત્યુત્તર આપ્યો કે અમારી પાસે ઇચ્છાશક્તિ છે અને અમે કાર્યવાહી કરી રહ્યાં છીએ. તેના પર જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, અમે વાસ્તવિક ધૂળ નિયંત્રણ ઇચ્છીએ છીએ. માત્ર રિપોર્ટથી કઇ નહીં થાય.