Site icon Revoi.in

રાષ્ટ્રીય ડોક્ટર દિવસ – આજે બપોરે 3 વાગ્યે પીએમ મોદી દેશના મેડિકલ ક્ષેત્રના લોકોને સંબોધિત કરશે 

Social Share

દિલ્હીઃ- વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે દેશના તબિબિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સંબોધન કરશે. ભારતીય મેડિકલ એસોસિએશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વડા પ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું  કે, કોવિડ -19 સામેની લડતમાં ભારતને તેના તમામ ડોકટરોના પ્રયત્નો પર ગર્વ છે. 1 જુલાઇએ રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આવતીકાલે ત્રણ વાગ્યે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હું મેડિકલ સમુદાયને સંબોધિત કરીશ.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ દર વર્ષે 1લી  જુલાઈએ દેશભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસ દેશના મહાન તબીબ અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડો. બિધાનચંદ્ર રોયની જન્મદિવસ અને પુણ્યતિથિ હોય છે. તેમની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તબીબી સમુદાયે કોવિડ -19 મહામારી સામેની લડતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે , પોતાના જીવની પરવાહ કર્યા વિના ડોક્ટરોએ અથાગ પ્રયત્નો કર્યા છે, આ લડતમાં સૌથી મોટો ફાળો ડોક્ટર્સનો રહ્યો છે.

પ્રખ્યાત ડોક્ટર અને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી બિધાનચંદ્ર રોયના સન્માનમાં રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમનો જન્મ 1 લી જુલાઇ,અને મૃત્યુ પણ 1લી જુલાઈ એ થયું હતું, રોયના યોગદાનને માન્યતા આપવા માટે ભારત સરકારે 1991 માં ડોક્ટર ડેની સ્થાપના કરી. મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની સ્થાપનામાં તેઓએ મહત્ત્વપૂર્ણ ભુમિકા ભજવી હતી.