- ડોમિનોઝ ઇન્ડિયા મૂકાયું સંકટમાં
- ડોમિનોઝ ઇન્ડિયા પર સાયબર અટેક
- હેકર્સે ડોમિનોઝ ઇન્ડિયાના 13 જીબી ડેટા ચોરી કર્યા
નવી દિલ્હી: ડોમિનોઝ ઇન્ડિયા સંકટમાં મૂકાયું છે. ડોમિનોઝ ઇન્ડિયા પર સૌથી મોટો સાયબર હુમલો થયો છે. હેકર્સે ડોમિનોઝ ઇન્ડિયાન પર સાયબર અટેક કરીને તેના 13 જીબી ઇન્ટર્નલ ડેટા ચોરી કર્યા છે. તેમાં આઇટી, લીગલ, ફાઇનાન્સ, માર્કેટિંગ, કર્મચારીઓની જાણકારી સાથે ઓપરેશન્સની પણ જાણકારી હતી. હેકર્સે દાવો કર્યો છે કે, આ જાણકારી એમને 18 કરોડ ઓર્ડર ડિટેલ્સમાંથી મળી છે, જેમાં ગ્રાહકોના નંબર્સ, ઇ-મેઇલ, પેમેન્ટ ડીટેલ, ડિલિવરી અને ડેબિટ-ક્રેડિટ કાર્ડની માહિતી પણ સમાવિષ્ટ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ સૂચિમાં એ લોકોના નામ પણ સામેલ છે, જેમણે ડોમિઝનો એપથી ઓર્ડર કર્યું છે. ઇઝરાયલ સાઇબર ક્રાઇમ ઇન્ટેલિજન્સના કો ફાઉન્ડર એલન ગલએ એનો ખુલાસો કર્યો છે. જો કે ડોમિનોઝ ઇન્ડિયાએ આ અંગે કોઇ નિવેદન જારી કર્યું નથી અને ના તો એની પુષ્ટિ કરી છે.
એલન ગલનો દાવો છે કે ડોમિનોઝ ઇન્ડિયાનો હેક થયેલ ડેટા વેબ પર ઓન સેલ છે અને હેકર્સ એના એવેજમાં 4 કરોડ રૂપિયા ડિમાન્ડ કરી રહ્યા છે. હેકર્સ એને માત્ર એક જ વિક્રેતાને વેચવા માંગે છે જેના માટે સર્ચ પોર્ટલ પણ બનાવી રહ્યા છે જ્યાં ડેટા અંગે જાણકારી મેળવી શકાય.
જણાવી દઈએ કે, આ પ્રકારના ડેટા ડાર્ક વેબ પર ક્રિપ્ટો કરન્સી બીટકોઈન દ્વારા અઘોષિત કિંમત પર વેચવામાં આવે છે. આ ડેટા માટે હેકર પણ ટેલિગ્રામ દ્વારા સંપર્ક કરી રહ્યા છે એના પર યુઝર્સ ડેટા સ્ટોર કરી પેમેન્ટ કાર્ડ ઇન્ડસ્ટ્રી ડેટા સિક્યોરિટી સ્ટાન્ડર્ડનું પાલન કરે છે.
(સંકેત)