મધ્યપ્રદેશના બે વિસ્તારોમાં ભૂકંપના આંચકા, લોકડાઉનમાં લોકો ઘરોની બહાર દોડી આવ્યા
- કોરોના મહામારી વચ્ચે મધ્યપ્રદેશમાં ભૂકંપના આંચકા
- મધ્યપ્રદેશના શડહોલ અને અનૂપપુરમાં ભૂકંપના આંચકા
- જો કે જાનહાનિના કોઇ અહેવાલ નથી
નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે હવે મધ્યપ્રદેશના શડહોલ તેમજ અનૂપપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, મધ્યપ્રદેશના શડહોલમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે આંચકાઓની તીવ્રતા ઓછી હતી, રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 3.9 નોંધાઇ હતી. ભૂકંપના ઝટકા બાદ આસપાસના વિસ્તારમાંથી લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા.
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો અનુસાર મધ્યપ્રદેશના શડહોલમાં ભૂકંપના ઝટકા 12 વાગીને 53 મિનિટ ઝટકા અનુભવાયા હતા. ભૂકંપના કેન્દ્રબિંદ વિશે જાણકારી પ્રાપ્ત થઇ શકી નથી. ભૂકંપના આંચકાને કારણે હજુ સુધી કોઇપણ પ્રકારની જાનહાનિના સમાચાર મળ્યા નથી.
નોંધનીય છે કે લોકડાઉનની કારણે લોકો ઘરોમાં જ હતા અને તેવામાં અચાનક જ આંચકા આવતા અફરાતફરી મચી ગઇ હતી. મીડિયા અહેવાલ અનુસાર અનુપપૂરમાં વધારે અસર જોવા મળી રહી છે. જો કે કોઇપણ નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
(સંકેત)