ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય, 5 રાજ્યોમાં રાજકીય રેલીઓ પર 11 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ
- આ વર્ષે કોવિડની વચ્ચે યોજાશે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી
- ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં રાજકીય રેલીઓ પરનો પ્રતિબંધ 11 ફેબ્રુઆરી સુધી લંબાવ્યો
- કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
નવી દિલ્હી: આ વર્ષે કોવિડની ત્રીજી લહેર વચ્ચે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે ત્યારે કોવિડના રોગચાળાને કારણે આ વખતે રાજકીય રેલીઓ પર ચૂંટણી પંચે રોક લગાવી છે. હવે ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં રાજકીય રેલીઓ પરનો પ્રતિબંધ 11 ફેબ્રુઆરી સુધી લંબાવી દીધો છે.
ચૂંટણી પંચ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને અને લોકોની સુરક્ષાને લઇને હજુ પણ પાંચ રાજ્યોમાં રાજકીય રેલીઓને હજુ પણ મંજૂરી આપવાના કોઇ મૂડમાં નથી. ચૂંટણી પંચે હવે પાંચ રાજ્યોમાં રાજકીય રેલીઓ પરનો પ્રતિબંધ 11 ફેબ્રુઆરી સુધી લંબાવી દીધો છે.
આપને જણાવી દઇએ કે ચૂંટણી પંચે ડોર ટુ ડોર કેમ્પેનમાં 20 લોકો, 500 લોકો સાથે હોલમાં બેઠક તેમજ 1000 લોકો સાથે રાજકીય પક્ષોને સભા યોજવાની પરવાનગી આપી છે.