Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારનો આ નિર્ણય રદ કર્યો, કહ્યું – માત્ર આર્થિક સ્થિતિ એ અનામતના આધાર ના બની શકે

Social Share

નવી દિલ્હી: દેશમાં અનામતને લઇને અનેક વિવાદો ચાલી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે માત્ર આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ અનામત ના આપી શકાય. અર્થાત્ આર્થિક આધારે જ અનામત આપવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી હતી. હરિયાણા સરકારને આ સાથે જ સુપ્રીમ કોર્ટે મોટો ફટકો આપ્યો હતો.

પ્રાપ્ત જાણકારી અનુસાર સરકારી નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે જેમની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા હોય તેમને પ્રાથમિકતા આપવાના હરિયાણા સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો હતો. હરિયાણા સરકારે OBC અનામત મુદ્દે 17 ઑગસ્ટ, 2016 અને 28 ઑગસ્ટ 2018ના જે આદેશ આપ્યા હતા તેને રદ્દ કરાયા છે.

સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારના નિર્ણયને રદ કરતા કહ્યું હતું કે, માત્ર આર્થિક આધારે જ અનામત ના આપી શકાય. ઇંદ્રા સાહનીના ચુકાદામાં સ્પષ્ટતા કરાઇ છે કે, પછાત વર્ગમાં ક્રીમીલેયરની ઓળખ સામાજીક, આર્થિક તેમજ અન્ય આધાર પર થશે. ઓળખનો આધાર માત્ર આર્થિક ના હોઇ શકે. હરિયાણા સરકારે અનામતનો લાભ આપવા માટે માત્ર આર્થિક સ્થિતિને જ આધાર માન્યો છે જે મોટી ભૂલ છે અને તેથી તેને રદ્દ કરવામાં આવે છે.