Site icon Revoi.in

હવે વોટર આઇડી અને આધાર કાર્ડને લિંક કરાશે, આ માટે આજે લોકસભામાં બિલ રજૂ થશે

Social Share

નવી દિલ્હી: અત્યાર સુધી મોટા ભાગના કામકામજ માટે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરવાનું અનિવાર્ય છે અને હવે વોટર આઇડીને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટેની રજૂઆત કરતું બિલ આજે લોકસભામાં રજૂ થશે.

સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં સરકાર આ બિલ રજૂ કરવા જઇ રહી છે. લોકસભામાં મતદાર આઇડીને આધાર સાથે લિંક કરવા માટે સરકાર બિલ રજૂ કરે તેવી સંભાવના છે.

ગત બુધવારે કેબિનેટે આ માટેના ડ્રાફ્ટને લીલી ઝંડી આપી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે, મતદાર યાદીમાં ડુપ્લિકેશન તેમજ બોગસ મતદાનને રોકવા માટે મતદાર કાર્ડ અને યાદીને આધાર કાર્ડે સાથે જોડવામાં આવશે.

લોકસભાની સોમવારની કાર્યસૂચિ યાદીમાં Election Laws (Amendment) Bill, 2021 છે. જે કાયદા તેમજ ન્યાય મંત્રી કિરેન રિજ્જુ રજૂ કરશે. ચૂંટણી કાયદા (સુધારા) બિલ, 2021 ચૂંટણી નોંધણી અધિકારીઓને મતદાર યાદીમાં મતદાર તરીકે તેમના નામની નોંધણી કરાવવા ઇચ્છુક લોકો માટે ઓળખના પુરાવા તરીકે આધાર નંબર માંગવાની સત્તા આપશે.

આ થશે તો એકથી વધુ મતદાર તરીકે એક જ વ્યક્તિની નોંધણી અને એક જ મતવિસ્તારના અલગ-અલગ સરનામાં પર નોંધણીને ઓળખી ઝડપી શકાય છે અને રિજેક્ટ કરી શકાય છે. આ એક જ મતદાર યાદીમાંથી તમામ ચૂંટણીઓ યોજવાની દિશામાં આગળ વધશે.

નોંધનીય છે કે, નકલી મતદાન અને વોટર લિસ્ટમાં પુનરાવર્તનને રોકવા માટે હવે વોટર આઇડી એટલે કે મતદાન પત્રને આધાર કાર્ડ સાથે જોડવામાં આવશે. જેમાં બુધવારે એક ખરડાને મંજૂરી આપવામાં આવી હતી. એક જ મતદાતાની યાદી તૈયાર કરવાનો નિર્ણય પણ આમાં સામેલ છે.