ખેડૂત આંદોલનને એક વર્ષ પૂર્ણ, રાકેશ ટિકૈતે સરકારને આ માંગ પૂરી કરવા માટે કહ્યું
- ખેડૂત આંદોલનને એક વર્ષ પૂર્ણ
- રાકેશ ટિકૈતે કહ્યું કે MSPની માંગ પર ખેડૂતો અડગ
- સરકાર નહીં માને ત્યાં સુધી દિલ્હી બોર્ડર નહીં છોડે
નવી દિલ્હી: આજે ખેડૂત આંદોલનને એક વર્ષ પૂર્ણ થયું છે. થોડાક સમય પહેલા પીએમ મોદીએ ત્રણે કૃષિ કાયદા પાછા લેવાની જાહેરાત કરી છે. જો કે તેમ છતાં ખેડૂતો પોતાની કેટલીક માંગોને લઇને હજુ પણ અડગ છે અને આંદોલન પાછું ખેંચવા તૈયાર નથી.
ખેડૂત આંદોલનના એક વર્ષ પૂર્ણ થવા પર ખેડૂત સંગઠનોના આગેવાન રાકેશ ટિકૈતે કહ્યું છે કે, MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ અમારા માટે હંમેશા મુદ્દો રહ્યો છે અને તેના ઉકેલ વગર અમે દિલ્હી બોર્ડર નહીં છોડીએ.
પોતાની માંગને લઇને આગામી 29 નવેમ્બરે દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચ યોજાશે તેવું પણ ટિકૈતે સ્પષ્ટ કર્યું હતું. કેન્દ્ર સાથે અત્યારસુધી જેટલી પણ વાર વાતચીત થઇ છે તેટલી વખત MSPના મુદ્દે ચર્ચા થઇ છે. સરકારે MSP માટે પણ કાયદો બનાવવો જ પડશે. ત્યાં સુધી અમે પાછળ હટવાના નથી. અમે યુપીમાં જઇને ભાજપને હરાવવા માટે અપીલ કરી છે. ચૂંટણી પહેલા આ મુદ્દે નિષ્કર્ષ આવે તે જરૂરી છે.